મુખ્ય પ્રધાન તરફથી આ બન્ને વર્લ્ડ કપ ચૅમ્પિયન્સને પ્રસિદ્ધ પ્રાચીન તામિલ કવિ તિરુવલ્લુવરની નાનકડી મૂર્તિ સ્મૃતિભેટ તરીકે મળી હતી.
તામિલનાડુના મુખ્ય પ્રધાનને મળ્યા વર્લ્ડ કપ ચૅમ્પિયન્સ વરુણ અને વૉશિંગ્ટન
ગઈ કાલે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને પહેલી વખત વર્લ્ડ કપ ચૅમ્પિયન બનેલા સ્પિનર્સ વૉશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તી સાથે મુલાકાત કરી હતી. તામિલનાડુના આ બન્ને પ્લેયર્સે મુખ્ય પ્રધાનને પોતાની કૅપ અને જર્સી ભેટમાં આપી હતી. મુખ્ય પ્રધાન તરફથી આ બન્ને વર્લ્ડ કપ ચૅમ્પિયન્સને પ્રસિદ્ધ પ્રાચીન તામિલ કવિ તિરુવલ્લુવરની નાનકડી મૂર્તિ સ્મૃતિભેટ તરીકે મળી હતી.
