કોહલીએ ચેન્નઈ સામે ૩૪ ઇનિંગ્સમાં ૧૧૪૬ રન ફટકારીને એક હરીફ ટીમ સામે હાઇએસ્ટ રન કરવાનો ડેવિડ વૉર્નરનો રેકૉર્ડ તોડ્યો હતો
વિરાટ કોહલી
શનિવારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના સ્ટાર બૅટર વિરાટ કોહલીએ ૧૮૭.૮૮ના સ્ટ્રાઇક-રેટથી ૩૩ બૉલમાં ૬૨ રન ફટકારીને IPLમાં હાઇએસ્ટ ૮૫૦૦ રન પૂરા કર્યા હતા. એ ઇનિંગ્સમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારનાર કોહલી ચેન્નઈ સુપર કિંગ્સ સામે હાઇએસ્ટ ૧૦ ફિફ્ટી પ્લસ સ્કોર કરનાર પહેલો બૅટર બન્યો હતો. તેણે નવ વખતનો રેકૉર્ડ ધરાવતા શિખર ધવન, રોહિત શર્મા અને ડેવિડ વૉર્નરને આ મામલે પાછળ છોડ્યા હતા.
કોહલીએ ચેન્નઈ સામે ૩૪ ઇનિંગ્સમાં ૧૧૪૬ રન ફટકારીને એક હરીફ ટીમ સામે હાઇએસ્ટ રન કરવાનો ડેવિડ વૉર્નરનો રેકૉર્ડ તોડ્યો હતો. વૉર્નરે પંજાબ કિંગ્સ સામે ૨૬ ઇનિંગ્સમાં ૧૧૩૪ રન બનાવ્યા હતા. વિરાટ કોહલી સૌથી વધુ આઠ વાર એક IPL સીઝનમાં ૫૦૦ પ્લસનો સ્કોર કરનાર બૅટર પણ બન્યો હતો. આ મામલે પણ તેણે ડેવિડ વૉર્નર (સાત વખત)ને પછાડ્યો હતો.
ADVERTISEMENT
કોહલીએ બૅન્ગલોર ટીમના પોતાના જૂના સાથી ક્રિસ ગેઇલનો એક વેન્યુ પર હાઇએસ્ટ T20 સિક્સર ફટકારવાનો રેકૉર્ડ પણ તોડ્યો હતો. ગેઇલે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૧૫૧ T20 સિક્સર ફટકાર્યા હતા. વિરાટે આ જ મેદાન પર ૧૫૪ સિક્સર ફટકારીને એક ટીમ માટે હાઇએસ્ટ ૩૦૦ T20 સિક્સર ફટકારવાની સિદ્ધિ પણ મેળવી હતી.
T20 ક્રિકેટમાં એક વેન્યુ પર સૌથી વધુ સિક્સર |
|
વિરાટ કોહલી (એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ) |
૧૫૪ |
ક્રિસ ગેઇલ (એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ) |
૧૫૧ |
ક્રિસ ગેઇલ (શેર-એ-બાંગ્લા નૅશનલ સ્ટેડિયમ) |
૧૩૮ |
ઍલેક્સ હેલ્સ (ટ્રેન્ટ બ્રિજ) |
૧૩૫ |
રોહિત શર્મા (વાનખેડે સ્ટેડિયમ) |
૧૨ |
એક IPL સીઝનમાં ૮ વખત ૫૦૦+ રન કરનાર પ્રથમ પ્લેયર બન્યો વિરાટ કોહલી |
|
૨૦૧૬ |
૧૬ ઇનિંગ્સમાં ૯૭૩ રન |
૨૦૨૪ |
૧૫ ઇનિંગ્સમાં ૭૪૧ રન |
૨૦૨૩ |
૧૪ ઇનિંગ્સમાં ૬૩૯ રન |
૨૦૧૩ |
૧૬ ઇનિંગ્સમાં ૬૩૪ રન |
૨૦૧૧ |
૧૬ ઇનિંગ્સમાં ૫૫૭ રન |
૨૦૧૮ |
૧૪ ઇનિંગ્સમાં ૫૩૦ રન |
૨૦૧૫ |
૧૬ ઇનિંગ્સમાં ૫૦૫ રન |
૨૦૨૫ |
૧૧ ઇનિંગ્સમાં ૫૦૫ રન* |

