સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલી જેવી દેખાતી એક વ્યક્તિનો વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે જે મંદિરમાં પ્રસાદ પીરસવાનું કામ કરે છે.
સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલી જેવી દેખાતી એક વ્યક્તિ
સોશ્યલ મીડિયા પર વિરાટ કોહલી જેવી દેખાતી એક વ્યક્તિનો વિડિયો જબરદસ્ત વાઇરલ થયો છે જે મંદિરમાં પ્રસાદ પીરસવાનું કામ કરે છે. આ વિડિયો ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલા અનંત વાસુદેવ મંદિરનો છે જેમાં વિરાટ કોહલીનો હમશકલ જનોઈ અને ધોતી પહેરીને મંદિરમાં પ્રસાદની વિવિધ વાનગીઓ વિશે માહિતી આપી રહ્યો હતો.


