વિરાટ કોહલી (Virat Kohli)ની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ છે. આ સાથે જ વિરાટ કોહલીના સપના પર પાણી ફરી ગયું છે. તો બીજી બાજુ ટીમ ઈન્ડિયાની પણ ચિંતા વધી છે. જાણો આની પાછળનું શું છે કારણ?
વિરાટ કોહલી
વિરાટ કોહલી (Virat Kohli)ની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ. ફરી એકવાર આઈપીએલ જીતવાનું સપનું પૂરું થઈ શક્યું નહીં અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal challangers Banglore)પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શક્યું નહીં. પ્લેઓફમાં પહોંચવા માટે આરસીબી (RCB)એ છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ને હરાવવું જરૂરી હતું. વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. પરંતુ શુભમન ગિલે ગુજરાત તરફથી પ્રથમ આઈપીએલ ટાઈટલ જીતવાની કોહલીની આશા પર પાણી ફેરવી દીધું.
ગુજરાત ટાઈટન્સ તરફથી મળેલી હારનું દુ:ખ વિરાટ કોહલી સહિત ટીમના દરેક ખેલાડીના ચહેરા પર દેખાતું હતું. ટીમની હાર સિવાય વિરાટને વધુ એક પીડા ભોગવવી પડી છે, જેણે તેના ફેન્સની સાથે સાથે ટીમ ઈન્ડિયાની ચિંતા પણ વધારી છે. હકીકતે, ગુજરાત ટાઈટન્સની મેચ દરમિયાન કોહલી ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યાર બાદ તે મેદાનમાંથી બહાર જતો રહ્યો હતો. વિરાટને ડગઆઉટમાં બેસી ટીમને હારતી જોવાનો વારો આવ્યો હતો.
ADVERTISEMENT
વિરાટ કોહલીએ ગુજરાત ટાઈટન્સની મેચ દરમિયાન 15મી ઓવરમાં વિજય શંકરનો બાઉન્ડ્રી પાસે કેચ ઝપ્ટ્યો, પરંતુ આના પ્રયાસમાં તેમનો ઢિંચણ મેદાન તરફ નમી ગયો. કોહલીએ કેચ તો લીધો, પરંતુ તે પછી તે પીડામાં જોવા મળ્યો. તેને ચાલવું મુશ્કેલ લાગ્યું. આ પછી કોહલી મેદાનની બહાર ગયો અને પછી ફિલ્ડિંગ માટે મેદાનમાં પાછો ફર્યો નહીં. તેની ઈજા અંગે કોઈ અપડેટ નથી. પરંતુ, તેની ઈજા ચોક્કસપણે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય હશે.
આ પણ વાંચો: ‘ઇમ્પૅક્ટ પ્લેયર’થી ભારતીય ક્રિકેટને ફાયદો થયો ખરો?
WTC ફાઇનલ 7 જૂનથી રમાશે
ભારતે 7મી જૂનથી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે. પહેલેથી જ જસપ્રિત બુમરાહ, ઋષભ પંત, શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ ઈજાના કારણે આ શાનદાર મેચમાં નહીં રમે અને હવે કોહલી પણ ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટની મુશ્કેલીમાં વધારો થવાનો છે.