ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર મૅચવાળી ટેસ્ટ-શ્રેણીની પ્રથમ મૅચ ૯ ફેબ્રુઆરીએ નાગપુરમાં શરૂ થશે
વિરાટ કોહલી ફાઇલ તસવીર
ડિસેમ્બરમાં બંગલાદેશ સામેની સિરીઝમાં સ્પિનર્સ સામે રમવામાં વિરાટ કોહલીની બૅટિંગમાં જે કચાશ જોવા મળી હતી એ ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે રમાનારી આગામી ટેસ્ટ-શ્રેણીમાં ન જોવા મળે એ માટે ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે આઇ.એ.એન.એસ. સાથેની વાતચીતમાં મંતવ્યના રૂપે ઉપાય બતાવ્યો છે. ઇરફાને કહ્યું કે ‘કોહલીએ નૅથન લાયન અને ઍશ્ટન ઍગર સામે થોડા અગ્રેસિવ અપ્રોચથી રમવું પડશે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર મૅચવાળી ટેસ્ટ-શ્રેણીની પ્રથમ મૅચ ૯ ફેબ્રુઆરીએ નાગપુરમાં શરૂ થશે. ત્યાર પછીની ત્રણ ટેસ્ટ દિલ્હી, ધરમશાલા તથા અમદાવાદમાં રમાશે.

