ગઈ કાલે ૧૮ જુલાઈએ સોશ્યલ મીડિયા પર ભારતીય મેન્સ ટીમના સ્ટાર કૅપ્ટન્સની જર્સી નંબરને લઈને એક અનોખી પોસ્ટ વાઇરલ થઈ હતી.
વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માની જર્સી
ગઈ કાલે ૧૮ જુલાઈએ સોશ્યલ મીડિયા પર ભારતીય મેન્સ ટીમના સ્ટાર કૅપ્ટન્સની જર્સી નંબરને લઈને એક અનોખી પોસ્ટ વાઇરલ થઈ હતી. ગઈ કાલે તારીખ હતી ૧૮.૦૭.૨૦૨૫. વિરાટ કોહલી ૧૮ નંબર, મહેન્દ્ર સિંહ ધોની ૭ નંબર અને રોહિત શર્મા ૪૫ નંબરની જર્સી પહેરીને મેદાન પર ઊતરે છે. વાઇરલ પોસ્ટમાં ૨૦૨૫ના સ્થાને ૪૫નો વર્ગ દર્શાવવામાં આવ્યો જેનું પરિણામ ૨૦૨૫ આવે છે. આ પોસ્ટને કૅપ્શન આપવામાં આવી છે. આ માત્ર તારીખ નથી, આ ભારતીય ક્રિકેટની પવિત્ર ત્રિમૂર્તિ છે.

