Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નેધરલૅન્ડ્સ સામે હૅટ-ટ્રિક વિકેટ ચૂકી ગયેલો વરુણ ચક્રવર્તી ઇમ્પૅક્ટ પ્લેયરનો મેડલ જીત્યો

નેધરલૅન્ડ્સ સામે હૅટ-ટ્રિક વિકેટ ચૂકી ગયેલો વરુણ ચક્રવર્તી ઇમ્પૅક્ટ પ્લેયરનો મેડલ જીત્યો

Published : 20 February, 2026 02:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે તામિલનાડુનો આ સ્પિનર બે વાક્યની સ્પીચ આપી શક્યો. પહેલું વાક્ય હિન્દીમાં માંડ-માંડ બોલ્યા બાદ તેણે ઇંગ્લિશમાં જ સ્પીચ પૂરી કરી હતી. તેણે કહ્યું હતું કે ‘અસલી ટુર્નામેન્ટ નેક્સ્ટ મૅચ સે ચાલુ હો રહા હૈ તો ઉસકે લિએ રેડી હોના હૈ.

વરુણ ચક્રવર્તી

વરુણ ચક્રવર્તી


અમદાવાદમાં નેધરલૅન્ડ્સ સામે T20 વર્લ્ડ કપની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ જીત્યા બાદ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઇમ્પૅક્ટ પ્લેયર ઑફ ધ મૅચની જાહેરાત કરવામાં આવી હતી. સ્પિનર વરુણ ચક્રવર્તીએ આ મૅચમાં ૩ ઓવરમાં ૧૪ રન આપીને ૩ વિકેટ લેવા બદલ ઇમ્પૅક્ટ પ્લેયરનો મેડલ જીત્યો હતો. તેરમી ઓવરના પહેલા બન્ને બૉલ પર વિકેટ લીધા બાદ તે હૅટ-ટ્રિક વિકેટ ચૂકી ગયો હતો. ડ્રેસિંગ રૂમમાં મેડલ જીત્યા બાદ વરુણ ચક્રવર્તીને કૅપ્ટન સૂર્યાએ હિન્દીમાં સ્પીચ આપવાની ચૅલેન્જ આપી હતી. જોકે તામિલનાડુનો આ સ્પિનર બે વાક્યની સ્પીચ આપી શક્યો. પહેલું વાક્ય હિન્દીમાં માંડ-માંડ બોલ્યા બાદ તેણે ઇંગ્લિશમાં જ સ્પીચ પૂરી કરી હતી. તેણે કહ્યું હતું કે ‘અસલી ટુર્નામેન્ટ નેક્સ્ટ મૅચ સે ચાલુ હો રહા હૈ તો ઉસકે લિએ રેડી હોના હૈ. ઍન્ડ ડૉગ-ફાઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ.’

૨૦૨૧માં વરુણ ચક્રવર્તીએ જ્યારે T20 વર્લ્ડ કપ ડેબ્યુ કર્યું ત્યારે તેનું T20 ICC રૅન્કિંગ ૧૫૧નું હતું. ત્યાર બાદની બે T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સ્થાન ન મેળવી શકનાર વરુણ ચક્રવર્તી હાલમાં T20 ICC રૅન્કિગ્સમાં નંબર વન બોલર છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK