Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વૈભવ સૂર્યવંશીની ટ્રેઇનિંગ જોવા તેના પપ્પા સાથે આવ્યો નાનો ભાઈ આશીર્વાદ

વૈભવ સૂર્યવંશીની ટ્રેઇનિંગ જોવા તેના પપ્પા સાથે આવ્યો નાનો ભાઈ આશીર્વાદ

Published : 18 February, 2026 10:29 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાન રૉયલ્સના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વૈભવ સૂર્યવંશીના ટ્રેઇનિંગ-સેશનનો એક વિડિયો શૅર કરવામાં આવ્યો હતો

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માટેની તૈયારી શરૂ કરી દીધી

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માટેની તૈયારી શરૂ કરી દીધી


અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026 જીતીને આવેલા ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન રૉયલ્સ માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેની તૈયારી શરૂ કરી દીધી છે. રાજસ્થાન રૉયલ્સના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વૈભવ સૂર્યવંશીના ટ્રેઇનિંગ-સેશનનો એક વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. નાગપુરમાં રાજસ્થાન રૉયલ્સના કૅમ્પના આ વિડિયોમાં વૈભવના પપ્પા સંજીવ સૂર્યવંશી અને નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશીની ઝલક પણ જોવા મળી હતી. આશીર્વાદ એકદમ વૈભવની કાર્બનકૉપી લાગી રહ્યો હતો. વૈભવ સૂર્યવંશીનો એક મોટો ભાઈ પણ છે.

ઓછી તૈયારીને કારણે બોર્ડની એક્ઝામ નથી આપી રહ્યો વૈભવ સૂર્યવંશી



બિહારના સમસ્તીપુરના વૈભવ સૂર્યવંશીને ક્રિકેટની સ્પર્ધા અને ટ્રેઇનિંગને કારણે ધોરણ ૧૦ની બોર્ડની એક્ઝામ આપવાનો સમય નથી મળ્યો. તેની ફૅમિલીએ આ વર્ષે એક્ઝામ ન આપવાનો નિર્ણય લીધો છે. ગઈ કાલે તે પોતાના એક્ઝામ-સેન્ટરમાં હાજર ન રહેતાં નિયમો અનુસાર તેને ઍબ્સન્ટ નોંધવામાં આવ્યો છે. 


રાજસ્થાન રૉયલ્સે ગૌતમ ગંભીરને ૩ મોટી ઑફર આપી?

ગઈ કાલે રાજસ્થાન રૉયલ્સ અને ગૌતમ ગંભીરને લઈને મોટા અહેવાલ સામે આવ્યા હતા. અહેવાલો અનુસાર રાજસ્થાન રૉયલ્સે વર્તમાન ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરને CEO, મેન્ટરના પદ સાથે ફ્રૅન્ચાઇઝીમાં ૨-૩ ટકાનો હિસ્સો ઑફર કર્યો છે. જોકે ૨૦૨૭-’૨૮ના વર્ષ સુધી ગૌતમ ગંભીર ભારતીય હેડ કોચનું પદ સંભાળવાનો હોવાથી તે હાલમાં આ ઑફર સ્વીકારે એની શક્યતા નહીંવત છે. 


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2026 10:29 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK