Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની બીજી સેમી-ફાઇનલમાં ભારતનો મુકાબલો આશાસ્પદ અફઘાનિસ્તાન સાથે

અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની બીજી સેમી-ફાઇનલમાં ભારતનો મુકાબલો આશાસ્પદ અફઘાનિસ્તાન સાથે

Published : 04 February, 2026 12:45 PM | IST | Bulawayo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અફઘાનિસ્તાન પહેલી વખત ફાઇનલમાં એન્ટ્રી કરવાની આશા રાખી રહ્યું છે, ભારત ૯ વખત ફાઇનલ રમી ચૂક્યું છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈકર આયુષ મ્હાત્રે આજે ભારતીય ટીમને દસમી વખત અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવાના ટાર્ગેટ સામે મેદાન પર ઊતરશે. પાંચ વખતની ચૅમ્પિયન ભારતીય ટીમ ૨૦૧૬થી સતત પાંચ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમી ચૂકી છે. અફઘાનિસ્તાન પહેલી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં એન્ટ્રી કરવાની આશા રાખી રહ્યું છે. ૨૦૧૮ અને ૨૦૨૨માં આ ટીમ સેમી-ફાઇનલ મૅચ હારી ચૂકી છે.

યુવા વન-ડેમાં અફઘાનિસ્તાન સામે ભારતનો જીત-હારનો રેકૉર્ડ ૧૦-૨ છે. આ હરીફ સામે માત્ર બે હાર ૨૦૧૯માં દ્વિપક્ષીય સિરીઝમાં મળી હતી. છેલ્લે ૨૦૨૪માં સાઉથ આફ્રિકામાં ત્રિકોણીય સિરીઝમાં આ બન્ને ટીમ એકબીજા સામે આવી હતી ત્યારે ભારતે અફઘાનિસ્તાનને ૮૮ રનમાં ઑલઆઉટ કરીને ૯ વિકેટથી જીત મેળવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 12:45 PM IST | Bulawayo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK