Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > થૅન્ક યુ મુંબઈ ઇન્ડિયન્સ, તને હંમેશાં યાદ રાખીશું: કોહલી

થૅન્ક યુ મુંબઈ ઇન્ડિયન્સ, તને હંમેશાં યાદ રાખીશું: કોહલી

23 May, 2022 03:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે મુંબઈએ ૧૬૦ રનનો લક્ષ્યાંક ૧૯.૧ ઓવરમાં પૂરો કરી લીધો હતો.

શનિવારે મુંબઈએ ૧૬૦ રનનો લક્ષ્યાંક ૧૯.૧ ઓવરમાં પૂરો કરી લીધો હતો

શનિવારે મુંબઈએ ૧૬૦ રનનો લક્ષ્યાંક ૧૯.૧ ઓવરમાં પૂરો કરી લીધો હતો


શનિવારે મુંબઈ સામેની મૅચમાં દિલ્હી હારી જતાં બૅન્ગલોરને પ્લે-ઑફમાં પહોંચી જવા મળ્યું એનાથી ખુશખુશાલ વિરાટ કોહલીએ એક યાદીમાં કહ્યું, ‘થૅન્ક યુ મુંબઈ. અમને પ્લે-ઑફમાં પહોંચી જવાની જે તક મળી છે એ બદલ અમે તમને હંમેશાં યાદ રાખીશું.’
શનિવારે મુંબઈએ ૧૬૦ રનનો લક્ષ્યાંક ૧૯.૧ ઓવરમાં પૂરો કરી લીધો હતો. મુંબઈ પૉઇન્ટ્સ-ટેબલમાં સાવ તળિયે રહ્યું, પરંતુ છેલ્લી કેટલીક મૅચમાંના એના દેખાવથી ટીમનો જુસ્સો વધી ગયો હતો. પ્લે-ઑફમાં એન્ટ્રી કરવા બદલ કોહલીએ વધુમાં કહ્યું, ‘અમને કલ્પના પણ નહોતી એવી તક મળી ગઈ. અમારા ચેન્જિંગ રૂમમાં બધા ખુશખુશાલ હતા.’


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2022 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK