વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) વિજેતા કૅપ્ટન ટેમ્બા બવુમા ઝિમ્બાબ્વે સામેની આગામી બે મૅચની ટેસ્ટ-સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. બે વર્ષમાં ત્રીજી વાર હૅમસ્ટ્રિંગ ઇન્જરીનો સામનો કરવાને કારણે તે આ સિરીઝમાં રમી શકશે નહીં.
કેશવ મહારાજ
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) વિજેતા કૅપ્ટન ટેમ્બા બવુમા ઝિમ્બાબ્વે સામેની આગામી બે મૅચની ટેસ્ટ-સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. બે વર્ષમાં ત્રીજી વાર હૅમસ્ટ્રિંગ ઇન્જરીનો સામનો કરવાને કારણે તે આ સિરીઝમાં રમી શકશે નહીં. WTC ફાઇનલના હીરો સ્ટાર બૅટર એઇડન માર્કરમ અને ફાસ્ટ બોલર કૅગિસો રબાડાને પણ આરામ આપવામાં આવ્યો છે.
૨૮ જૂનથી ૧૦ જુલાઈ વચ્ચેની આ ઝિમ્બાબ્વે ટૂર પર ભારતીય મૂળનો કેશવ મહારાજ સાઉથ આફ્રિકાનું નેતૃત્વ કરશે. તે આ પહેલાં સપ્ટેમ્બર-ઑક્ટોબર ૨૦૨૧માં લિમિડેટ ઓવર્સની સિરીઝમાં સાઉથ આફ્રિકા માટે અને SA20 જેવી ફ્રૅન્ચાઇઝી લીગમાં પણ કૅપ્ટન્સી કરી ચૂક્યો છે.


