સિરાજે મુખ્ય પ્રધાન રેવન્થ રેડ્ડીને વર્લ્ડ કપ જર્સી ગિફ્ટ કરી
સિરાજને તેલંગણના મુખ્ય પ્રધાન રેવન્થ રેડ્ડી દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો
વર્લ્ડ ચૅમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમના સભ્યોને તેમના રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા સન્માનિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં મોહમ્મદ સિરાજને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની હાજરીમાં તેલંગણના મુખ્ય પ્રધાન રેવન્થ રેડ્ડી દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. મોહમ્મદ સિરાજે પોતાની T20 વર્લ્ડ કપ જર્સી તેમને ભેટ કરીને આ મુલાકાત યાદગાર બનાવી હતી. મુખ્ય પ્રધાને તેના શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે અધિકારીઓને હૈદરાબાદ અથવા એની આસપાસના વિસ્તારમાં સિરાજ માટે યોગ્ય પ્લૉટ અને સરકારી નોકરી આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.