Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > SA20માં કાયરન પોલાર્ડ MI માટે નહીં પણ સુપર કિંગ્સ માટે રમશે

SA20માં કાયરન પોલાર્ડ MI માટે નહીં પણ સુપર કિંગ્સ માટે રમશે

Published : 09 October, 2026 07:30 PM | IST | Johannesburg
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસીને ૧.૫૬ કરોડ રૂપિયામાં ખરીદીને ટીમમાં પાછો મેળવી લીધો હતો. 

કાયરન પોલાર્ડ અને જેસન રોલ્સ

કાયરન પોલાર્ડ અને જેસન રોલ્સ


સાઉથ આફ્રિકાની SA20 લીગની પાંચમી સીઝનના ઑક્શનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ૩૯ વર્ષનો કૅરિબિયન ઑલરાઉન્ડર કાયરન પોલાર્ડ MI ફ્રૅન્ચાઇઝીને બદલે સુપર કિંગ્સ માટે રમતો જોવા મળશે. 
મુંબઈ ઇન્ડિયન્સની માલિકીની MI કેપ ટાઉન, MI ન્યુ યૉર્ક અને MI ન્યુ યૉર્ક જેવી ટીમો માટે વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર કાયરન પોલાર્ડને જોબર્ગ સુપર કિંગ્સે ૧.૫ મિલ્યન રૅન્ડ એટલે કે ૮૭.૧૨ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસીને ૧.૫૬ કરોડ રૂપિયામાં ખરીદીને ટીમમાં પાછો મેળવી લીધો હતો. 
સૌથી મોટી બોલી સાઉથ આફ્રિકાના અન્ડર-19 ટીમના ૧૮ વર્ષના ઑલરાઉન્ડર જેસન રોલ્સ પર લાગી હતી. જોબર્ગ સુપર કિંગ્સે તેને ૧.૬૮ કરોડ રૂપિયામાં ખરીદીને વર્તમાન ઑક્શનનો સૌથી મોંઘો પ્લેયર બનાવી દીધો હતો. MI કેપ ટાઉને શિમરન હૅટમાયર (૮૭.૧૯ લાખ), વિઆન મુલ્ડર (૧.૫૧ કરોડ), ટ્રેન્ટ બોલ્ટ (૮૭.૧૯ લાખ)ને ખરીદવામાં સફળતા મેળવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 07:30 PM IST | Johannesburg | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK