ઝિમ્બાબ્વેની ટીમ પણ આવતા વર્ષની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવશે. આ દરમ્યાન એ ૩ વન-ડે રમશે. એની પહેલી વન-ડે કલકત્તામાં, બીજી હૈદરાબાદમાં અને ત્રીજી મુંબઈમાં રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમ (ફાઇલ તસવીર)
ટીમ ઇન્ડિયા જુલાઈમાં વન-ડે અને T20 સિરીઝ બાદ સીધી ઝિમ્બાબ્વેમાં ૩ T20 મૅચની સિરીઝ રમવા જશે એવી જાહેરાત ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડે કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમ એકથી ૧૯ જુલાઈ દરમ્યાન ઇંગ્લૅન્ડમાં પાંચ T20 અને ૩ વન-ડે રમશે. ત્યાંથી એ ઝિમ્બાબ્વે રવાના થશે અને ત્યાં ૨૩, ૨૫ અને ૨૬ જુલાઈ એમ ૩ T20 મૅચ રમશે. આ ત્રણેય મૅચ ઝિમ્બાબ્વેની રાજધાની હરારેમાં રમાશે. ભારતીય ટીમ અગાઉ ૨૦૨૪માં ઝિમ્બાબ્વેની ટૂર પર ગઈ હતી અને પાંચ T20 મૅચની સિરીઝ ૪-૧થી જીતી હતી. ઝિમ્બાબ્વેની ટીમ પણ આવતા વર્ષની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવશે. આ દરમ્યાન એ ૩ વન-ડે રમશે. એની પહેલી વન-ડે કલકત્તામાં, બીજી હૈદરાબાદમાં અને ત્રીજી મુંબઈમાં રમાશે.
