સૂર્યકુમાર સોમવારે પત્ની દિવિશાના હોમટાઉન મૅન્ગલોર પહોંચ્યો હતો
ઉડુપીના મારીગુડી મંદિરમાં સૂર્યકુમાર યાદવ
ભારતીય ટીમના આક્રમક બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવે પત્ની દિવિશા શેટ્ટી સાથે ગઈ કાલે કર્ણાટકના ઉડુપી જિલ્લાના પ્રાચીન મારીગુડી મંદિરમાં વિશેષ પૂજા કરી હતી. સૂર્યકુમાર સોમવારે પત્ની દિવિશાના હોમટાઉન મૅન્ગલોર પહોંચ્યો હતો. મંદિરના અધિકારીઓએ જણાવ્યા અનુસાર T20 વર્લ્ડ કપ જીતશે તો આ મંદિરમાં પૂજા કરવા આવશે એવો સંકલ્પ દિવિશાએ પતિ માટે કર્યો હતો.
સૂર્યકુમાર અને દિવિશાએ દેવી કપુ મરિયમાને ચમેલીનાં ફૂલોની માળા અર્પણ કરીને પરિવાર માટે આશીર્વાદ માગ્યા હતા. એ દરમ્યાન દિવિશા મંદિરમાં દ્રવિડિયન ભાષા તુલુમાં વાત કરતી જોવા મળી હતી. સૂર્યકુમારે પણ તુલુ ભાષા બોલવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી મંદિરમાં હાજર લોકો ખુશ થઈ ગયા હતા.

