ક્રિસ ગેઇલે મૅચ પહેલાં પોતાના તિરંગા રંગના બ્લેઝર પર બન્ને ટીમના સ્ટાર ખેલાડીઓ પાસે ઑટોગ્રાફ લીધા હતા
ભારત-પાકિસ્તાનની મૅચમાં દિગ્ગજોની જમાવટ
ન્યુ યૉર્કમાં ભારત-પાકિસ્તાનની મૅચમાં ભૂતકાળમાં ક્રિકેટજગતમાં ધમાલ મચાવનાર અનેક દિગ્ગજો જોવા મળ્યા હતા. T20 વર્લ્ડ કપ 2024ના બ્રૅન્ડ ઍમ્બૅસેડર યુવરાજ સિંહ, શાહિદ આફ્રિદી અને ક્રિસ ગેઇલ એકસાથે મેદાન પર પહોંચ્યા હતા. ક્રિસ ગેઇલે મૅચ પહેલાં પોતાના તિરંગા રંગના બ્લેઝર પર બન્ને ટીમના સ્ટાર ખેલાડીઓ પાસે ઑટોગ્રાફ લીધા હતા. દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર, કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુ, પાકિસ્તાની દિગ્ગજ વસીમ અકરમ મેદાન પર વાતચીત કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
૩૪,૦૦૦ની ક્ષમતાવાળું નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ બન્ને ટીમના ફૅન્સના કારણે ખીચોખીચ જોવા મળ્યું હતું.

