વિરાટ કોહલી હજી સુધી T20 વર્લ્ડ કપ 2024માં ચમક દેખાડી શક્યો નથી
રવિવારે વરસાદને કારણે મૅચ રદ થયા બાદ વિરાટ કોહલી સાથે ફોટો પડાવવા ઉત્સાહી હતા કૅનેડાના ક્રિકેટર્સ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલી હજી સુધી T20 વર્લ્ડ કપ 2024માં ચમક દેખાડી શક્યો નથી. કોહલી T20 વર્લ્ડ કપ 2024માં અત્યાર સુધીની ત્રણ મૅચમાં માત્ર પાંચ રન જ બનાવી શક્યો છે, પરંતુ ભારતના બૅટિંગ-કોચ વિક્રમ રાઠોડ માને છે કે આ સ્ટાર બૅટરનું ફૉર્મ ચિંતાનો વિષય નથી, કારણ કે તે નેટમાં શાનદાર ફૉર્મમાં જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ભારતના બૅટિંગ-કોચ વિક્રમ રાઠોડ
તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘કોહલીએ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના હમણાંના ફૉર્મ વિશે ચિંતા કરવાની જરૂર નથી. અમુક મૅચમાં ન રમવાથી વસ્તુઓ બદલાતી નથી. તે ખરેખર સારી બૅટિંગ કરી રહ્યો છે. મને વિશ્વાસ છે કે કોહલી જરૂર પડ્યે સારું પ્રદર્શન કરશે.’

