ભારતીય ફૅન્સે ડીજે, આતશબાજી અને ઢોલનગારાં સાથે ભારતની આ યાદગાર જીતની ઉજવણી કરી હતી.
T20 World Cup 2024
ઉજવણી
અમેરિકાના સમય અનુસાર બપોરે ૩.૪૦ વાગ્યે અને ભારતીય સમય અનુસાર મધરાતે ૧.૧૦ વાગ્યે ભારતીય ટીમે પાકિસ્તાની ટીમ પર જીત મેળવી હતી. ભારતમાં ૯ જૂનની મધરાતે જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાં ભારતીય ફૅન્સે રસ્તા પર ઊતરીને બાબરસેનાની હારની ઉજવણી કરી હતી. પુણેમાં કેટલાક ફૅન્સ જેસીબી પર ચઢીને નાચ્યા હતા. અમેરિકાથી લઈને દુબઈ સુધી સમગ્ર દુનિયામાં વસેલા ભારતીય ફૅન્સે ડીજે, આતશબાજી અને ઢોલનગારાં સાથે ભારતની આ યાદગાર જીતની ઉજવણી કરી હતી.