ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન સુરેશ રૈનાએ ભારતીય ટીમના કૅપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળતાં પહેલાં કૅપ્ટન તરીકે IPL ટ્રોફી જીતવાના મહત્ત્વ વિશે વાત કરી હતી. તે કહે છે, ‘આજકાલ યુવા પ્લેયર્સ ખૂબ જ અલગ રીતે વિચારે છે. ગિલ IPL ટ્રોફી જીતવા માટે પ્રયત્નશીલ છે.
સુરેશ રૈના
ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન સુરેશ રૈનાએ ભારતીય ટીમના કૅપ્ટન તરીકેનો કાર્યભાર સંભાળતાં પહેલાં કૅપ્ટન તરીકે IPL ટ્રોફી જીતવાના મહત્ત્વ વિશે વાત કરી હતી. તે કહે છે, ‘આજકાલ યુવા પ્લેયર્સ ખૂબ જ અલગ રીતે વિચારે છે. શુભમન ગિલ IPL ટ્રોફી જીતવા માટે પ્રયત્નશીલ છે. જો તે IPL જીત્યા પછી ટેસ્ટ-ક્રિકેટમાં ટીમનું નેતૃત્વ કરશે તો તે સારું પ્રદર્શન કરવાની સાથે ડ્રેસિંગ રૂમમાં પણ ઘણું સન્માન મેળવશે.’
સુરેશ રૈનાએ વધુમાં ઉમેર્યું કે ‘રજત પાટીદાર પણ સારી કૅપ્ટન્સી કરી રહ્યો છે. ભલે તેણે વધારે કૅપ્ટન્સી કરી નથી, પણ તે ખૂબ જ શાંત છે. હવે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટેસ્ટ-ક્રિકેટમાં રહ્યા નથી, તેઓ હરીફ ટીમની આંખોમાં જોઈને તેમના પર પ્રેશર લાવતા હતા. એ ઊર્જા, જુસ્સો અને અભિવ્યક્તિ શુભમન ગિલ અને હાર્દિક પંડ્યામાં પણ દેખાય છે.’


