સનરાઇઝર્સ હૈદરાબાદે શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવીને પ્લેઑફમાં પહોંચવાની ધૂંધળી આશા જાળવી રાખી છે. પ્લેઑફમાં પહોંચવા માટેના ૧૬ પૉઇન્ટ મેળવવા તેમણે પોતાની બાકીની પાંચેય મૅચ જીતવી પડે એમ છે.
હૈદરાબાદી ટીમ વેકેશન એન્જૉય કરવા મૉલદીવ્ઝ પહોંચી
સનરાઇઝર્સ હૈદરાબાદે શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વિકેટે હરાવીને પ્લેઑફમાં પહોંચવાની ધૂંધળી આશા જાળવી રાખી છે. પ્લેઑફમાં પહોંચવા માટેના ૧૬ પૉઇન્ટ મેળવવા તેમણે પોતાની બાકીની પાંચેય મૅચ જીતવી પડે એમ છે, પણ IPL 2025ની રસાકસી વચ્ચે આ હૈદરાબાદી ટીમ વેકેશન એન્જૉય કરવા મૉલદીવ્ઝ પહોંચી ગઈ છે.
હૈદરાબાદે પોતાની આગામી મૅચ બીજી મેએ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમવાની છે એથી ટીમ-મૅનેજમેન્ટે શેડ્યુલનો લાભ ઉઠાવી પ્લેયર્સ અને સ્ટાફના માનસિક આરામ માટે આ સુંદર ટૂરનું આયોજન કર્યું છે. હૈદરાબાદ હમણાં સુધી નવમાંથી ત્રણ જ મૅચ જીત્યું છે.


