જો તમે રિયાનને કૅપ્ટન્સી માટે પસંદ કરો છો તો તમે સૅમસન જેવા પ્લેયર્સ પાસેથી કેવી રીતે ટીમમાં જળવાઈ રહેવાની અપેક્ષા રાખી શકો?’
સુબ્રમણ્યમ બદરીનાથ
IPL 2026 પહેલાં સંજુ સૅમસન રાજસ્થાન રૉયલ્સ અને રવિચન્દ્રન અશ્વિન ચેન્નઈ સુપર કિંગ્સ છોડશે એની પ્રબળ સંભાવનાઓ છે. આ બધા વચ્ચે ભૂતપૂર્વ ભારતીય બૅટર સુબ્રમણ્યમ બદરીનાથે મોટી કમેન્ટ કરી છે. તેણે કહ્યું કે ‘સંજુ સૅમસન રાજસ્થાન રૉયલ્સ છોડવા ઇચ્છે છે એનું કારણ રિયાન પરાગ છે. જો તમે રિયાનને કૅપ્ટન્સી માટે પસંદ કરો છો તો તમે સૅમસન જેવા પ્લેયર્સ પાસેથી કેવી રીતે ટીમમાં જળવાઈ રહેવાની અપેક્ષા રાખી શકો?’
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે ૧૦૦થી વધુ મૅચ રમનાર બદરીનાથે કહ્યું કે ‘જો સંજુ સૅમસન CSKમાં આવે છે તો તે એમ. એસ. ધોનીનો પર્ફેક્ટ વિકલ્પ બની શકે છે. સૅમસન એક એવો બૅટ્સમૅન છે જે બૅટિંગ ક્રમમાં ટોચનાં ત્રણ કે ચાર સ્થાનો પર બૅટિંગ કરી શકે છે. તે પ્લેઇંગ ઇલેવનમાં પાંચમા કે છઠ્ઠા નંબર પર ફિટ ન પણ થઈ શકે. પ્લેઇંગ ઇલેવનનાં આ ક્ષેત્રોમાં CSK મજબૂત છે. મોટા ભાગના પ્લેયર્સ કેટલાક નંબર પર રમવા માટે સેટ છે. એથી જો સંજુ સૅમસન આવે તો પણ પ્રશ્ન એ છે કે શું CSK તેને પ્લેઇંગ ઇલેવનમાં ફિટ કરી શકશે?’


