વિમેન્સ ઇન્ટરનૅશનલમાં સ્ટેફની ટેલર ૧૦,૦૦૦ રન પૂરા કરનાર પહેલી કૅરિબિયન બૅટર અને ઓવરઑલ પાંચમી બૅટર બની છે
સ્ટેફની ટેલર
વેસ્ટ ઇન્ડીઝની ૩૫ વર્ષની ઑલરાઉન્ડર સ્ટેફની ટેલરે હાલમાં તેની કરીઅરની મોટી સિદ્ધિ મેળવી છે. આયરલૅન્ડ વિમેન્સ ટીમ સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં કૅરિબિયન ટીમે ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. આ સિરીઝમાં સ્પિન ઑલરાઉન્ડર સ્ટેફની ટેલરે બે સદીની મદદથી ૨૦૭ રન કર્યા હતા.
વિમેન્સ ઇન્ટરનૅશનલમાં સ્ટેફની ટેલર ૧૦,૦૦૦ રન પૂરા કરનાર પહેલી કૅરિબિયન બૅટર અને ઓવરઑલ પાંચમી બૅટર બની છે. તેણે ૩૦૭ ઇનિંગ્સમાં ૧૦,૦૦૫ રન કર્યા છે. તેણે ૧૭૯ વન-ડે મૅચમાં ૬૩૩૯ રન અને ૧૩૯ T20 મૅચમાં ૩૬૬૬ રન કર્યા છે.
ADVERTISEMENT
ભારતની ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજે ૩૧૪ ઇનિંગ્સમાં સૌથી વધુ ૧૦,૮૬૮ રન કર્યા છે. ન્યુ ઝીલૅન્ડની હાલમાં જ રિટાયર થયેલી ક્રિકેટર સુઝી બેટ્સે ૩૫૨ ઇનિંગ્સમાં ૧૦,૭૪૦ રન કર્યા છે.
ભારતની સ્મૃતિ માન્ધના ૩૦૧ ઇનિંગ્સમાં ૧૦,૭૩૭ રન સાથે ત્રીજા ક્રમે છે. ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ ક્રિકેટર અને વર્તમાન હેડ કોચ શાર્લોટ ઍડ્વર્ડ્સે ૩૧૬ ઇનિંગ્સમાં ૧૦,૨૭૩ રન કર્યા હતા. સ્મૃતિ માન્ધનાએ ડિસેમ્બર ૨૦૨૫માં ૨૮૧ ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૧૦,૦૦૦ રન કર્યા હતા.
