Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલેરિયામાં ૧૮ ટકાનો અને ડેન્ગીમાં ૨૮ ટકાનો ઉછાળો

મલેરિયામાં ૧૮ ટકાનો અને ડેન્ગીમાં ૨૮ ટકાનો ઉછાળો

Published : 17 July, 2026 11:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઋતુજન્ય રોગચાળા પર કાબૂ મેળવવા BMC ઍક્શન મોડમાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ શહેરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. BMCના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા હેલ્થ રિપોર્ટ અનુસાર ૧ જાન્યુઆરીથી ૧૪ જુલાઈના સમયગાળામાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ મુંબઈમાં ડેન્ગીના કેસોમાં ૨૭.૮ ટકા અને મલેરિયાના કેસોમાં ૧૮.૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
આ આંકડા સામે આવ્યા બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને રોગચાળા પર નિયંત્રણ મેળવવા માટે સર્વેલન્સ તથા જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરી દીધી છે. 
BMCએ ઘર-ઘર સર્વેલન્સ અંતર્ગત ૧ જૂનથી ૧૪ જુલાઈ વચ્ચે ૧૦.૬૯ લાખ ઘરોનો સર્વે કરીને ૩૬.૮૧ લાખ નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી છે અને લોહીના ૧,૦૦,૪૭૨ નમૂના લીધા છે. મચ્છરોનાં ઉત્પત્તિસ્થાનો શોધવા માટે ૩૦૦૦ બાંધકામ-સાઇટોની તપાસ કરવામાં આવી હતી.

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધાયેલા કેસ (૧ જાન્યુઆરીથી ૧૪ જુલાઈ)
રોગ    ૨૦૨૫    ૨૦૨૬
મલેરિયા    ૩૧૧૫     ૩૬૮૧
ડેન્ગી    ૭૩૪     ૯૩૭ 
લેપ્ટોસ્પાયરોસિસ    ૧૩૬     ૧૫૭ 
H1N1 ઇન્ફ્લુએન્ઝા    ૪૨    ૧૧૩ 
ચિકનગુનિયા    ૧૭૯    ૩૧ 
ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ (ઝાડા-ઊલટી)    ૪,૮૩૧    ૩,૮૬
કોવિડ-૧૯    ૧,૦૪૯    ૭૧


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK