ભારતીય ટીમ ૧૫ નવેમ્બરે શ્રીલંકા સામે, ૧૭ નવેમ્બરે પાકિસ્તાન સામે, ૧૯ નવેમ્બરે બંગલાદેશ સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર ભારતની પહેલી બન્ને મૅચો બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે અને યજમાન સામેની મૅચ સવારે ૯.૩૦ વાગ્યે શરૂ થશે.
ભારતીય મેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ
આવતી કાલે ૧૫ નવેમ્બરથી બંગલાદેશમાં બ્લાઇન્ડ મેન્સ એશિયા કપ 2026ની શરૂઆત થશે. ક્રિકેટ અસોસિએશન ફૉર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (CABI)એ હાલમાં ભારતીય મેન્સ બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ માટે વિદાયસમારંભ યોજીને તેમને જીતવા માટે પ્રેરિત કર્યા હતા.
ભારતીય ટીમ ૧૫ નવેમ્બરે શ્રીલંકા સામે, ૧૭ નવેમ્બરે પાકિસ્તાન સામે, ૧૯ નવેમ્બરે બંગલાદેશ સામે ટકરાશે. ભારતીય સમય અનુસાર ભારતની પહેલી બન્ને મૅચો બપોરે ૧.૩૦ વાગ્યે શરૂ થશે અને યજમાન સામેની મૅચ સવારે ૯.૩૦ વાગ્યે શરૂ થશે. ભારતે એક દાયકા પહેલાં આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું હતું.
ADVERTISEMENT
પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે ૬ વર્ષે ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી
રાવલપિંડીમાં રમાયેલી પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ-મૅચની સિરીઝની પહેલી મૅચ ડ્રૉ રહી. છેલ્લે ડિસેમ્બર ૨૦૧૯માં બન્ને વચ્ચે ટેસ્ટ-મૅચ ડ્રૉ થઈ હતી. ૧૭ નવેમ્બરથી બીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે.
પહેલી ઇનિંગ્સમાં પાકિસ્તાને ૪૩૪-૯ અને શ્રીલંકાએ ૪૪૬-૧૦નો સ્કોર કર્યો હતો. પાકિસ્તાને બીજી ઇનિંગ્સમાં ૨૮૪-૮ના સ્કોર સાથે બૅટિંગ ચાલુ રાખી હતી. પાંચમા દિવસના અંતિમ-સેશનની પચીસ મિનિટ પછી બન્ને ટીમોએ હાથ મિલાવી લીધો હતો. એ સમયે પાકિસ્તાન પાસે ૨૭૨ રનની લીડ હતી. ૭ વિકેટ લેનાર સાકિબ ખાન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
૪૩મી ઓવરમાં પાકિસ્તાને ૧૨૫ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી હતી. સઉદ શકીલે ૨૧૦ બૉલમાં ૭ ફોરની મદદથી ૯૭ રન કરીને ટીમની લાજ બચાવી હતી. તેણે પહેલી ઇનિંગ્સમાં ૯૩ રન કર્યા હતા. ટેસ્ટ-ક્રિકેટમાં ૧૫ વર્ષ પછી કોઈ બૅટર બન્ને ઇનિંગ્સમાં નર્વસ નાઇન્ટીનો શિકાર બન્યો છે. આ પરિસ્થિતિનો સામનો કરનાર એ છઠ્ઠો ક્રિકેટર બન્યો છે.
ઑક્ટોબર મહિના માટે માર્કો યાન્સેન, દીપ્તિ શર્મા પ્લેયર્સ ઑફ ધ મન્થ જાહેર
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર માર્કો યાન્સેનને ઑક્ટોબર મહિના માટે ICC મેન્સ પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કરવામાં આવ્યો છે. માર્કો યાન્સેને ગયા મહિને ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૧૯૮ રન બનાવ્યા અને ૧૩ વિકેટ લીધી.
ભારતની સ્પિન ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ બીજી વખત ICC વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થનો અવૉર્ડ જીત્યો. ઝિમ્બાબ્વે સામેની વન-ડે સિરીઝમાં તેણે એક સદી અને પાંચ વિકેટ લીધી હતી. છેલ્લે તેણે ડિસેમ્બર ૨૦૨૩માં આ અવૉર્ડ જીત્યો હતો.
