Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 ઇન્ટરનૅશનલમાં સ્પિનર નમન ધીરે સિક્સ આપ્યા પછી જ પાંચેય વિકેટ લીધી

T20 ઇન્ટરનૅશનલમાં સ્પિનર નમન ધીરે સિક્સ આપ્યા પછી જ પાંચેય વિકેટ લીધી

Published : 13 October, 2026 02:30 PM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિયાણાના ૨૬ વર્ષનો ઑલરાઉન્ડર નમન ધીર IPLમાં તેની બૅટિંગને કારણે જાણીતો હતો. નમન ધીરે ૩ T20 મૅચમાં પાંચ વિકેટ લીધી છે.

નમન ધીર

નમન ધીર


હરિયાણાના ૨૬ વર્ષનો ઑલરાઉન્ડર નમન ધીર IPLમાં તેની બૅટિંગને કારણે જાણીતો હતો. જોકે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં નમન ધીરની સ્પિન બોલિંગે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

૩ વન-ડે મૅચમાં માત્ર એક વિકેટ લેનાર નમન ધીરે ૩ T20 મૅચમાં પાંચ વિકેટ લીધી છે. તે વન-ડેમાં ૯૯ બૉલમાં ૧૦૪ રન અને T20માં ૫૪ બૉલમાં ૯૫ રન આપી ચૂક્યો છે. ૧ વન-ડે ઇનિંગ્સમાં તેણે ૩૦ રનનું અને બે T20 ઇનિંગ્સમાં ૧૪ રનનું યોગદાન આપ્યું છે. 



T20 ઇન્ટરનૅશનલમાં નમન ધીરે જે પાંચ વિકેટ લીધી એ દરેક વિકેટ સિક્સ આપ્યા પછી જ લીધી હતી. પહેલી T20 મૅચમાં તેણે શાઇ હોપ, રોમારિયો શેફર્ડ, શમાર સ્પ્રિંગર અને ત્રીજી મૅચમાં શિમરન હૅટમાયર, કામિલ પૂરનની વિકેટ લીધી હતી; પણ આ પાંચેય બૅટર આઉટ થયા એ પહેલાં બૉલે તેમણે નમન ધીરને સિક્સ ફટકારી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2026 02:30 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK