જ્યારે ફોન ચોરાયો ત્યારે સૌરવ ગાંગુલી ઘરમાં નહોતો. તેણે કહ્યું કે મેં મારો ફોન ઘરમાં ખાસ જગ્યાએ રાખ્યો હતો અને હવે એ ગાયબ છે.
સૌરવ ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીના ઘરમાંથી મોબાઇલ ચોરાયો છે. મળતી માહિતી પ્રમાણે તેના કલકત્તાના ઘરમાંથી તેના મોબાઇલ ફોનની ચોરી થઈ છે. આ ઘટના ત્યારે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની જ્યારે સૌરવ ગાંગુલીએ શનિવારે ઠાકુરપુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સૌરવ ગાંગુલીએ પોલીસ સામે પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ફોનમાં કેટલીક વ્યક્તિગત માહિતી છે અને અધિકારીઓને રિક્વેસ્ટ છે કે એનો કોઈ દુરુપયોગ ન થાય. જ્યારે ફોન ચોરાયો ત્યારે સૌરવ ગાંગુલી ઘરમાં નહોતો. તેણે કહ્યું કે મેં મારો ફોન ઘરમાં ખાસ જગ્યાએ રાખ્યો હતો અને હવે એ ગાયબ છે.