મોટી સંખ્યામાં આવેલા ભક્તોની સાથે આ મહિલા ક્રિકેટર્સે સવારે ૪ વાગ્યે થતી ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. ખેલાડીઓનો નંદી હૉલમાં પ્રાર્થના કરતો ફોટો પણ વાઇરલ થયો છે.
ભારતની મહિલા ક્રિકેટરોએ મહાકાલની આરતી સાથે ૨૦૨૬નો કર્યો શુભારંભ
ભારતીય મહિલા ક્રિકેટ-ટીમે ગઈ કાલે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલના આશીર્વાદ લઈને નવા વર્ષનો શુભારંભ કર્યો હતો. વર્લ્ડ કપ ચૅમ્પિયન્સ સ્મૃતિ માન્ધના, સ્નેહ રાણા, રાધા યાદવ, શફાલી વર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી સહિત ટીમમાંથી ઘણા સમયથી બહાર રહેલી શ્રેયન્કા પાટીલ પણ ઉજ્જૈનના વિશ્વવિખ્યાત મંદિરમાં જોવા મળી હતી.
મોટી સંખ્યામાં આવેલા ભક્તોની સાથે આ મહિલા ક્રિકેટર્સે સવારે ૪ વાગ્યે થતી ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. ખેલાડીઓનો નંદી હૉલમાં પ્રાર્થના કરતો ફોટો પણ વાઇરલ થયો છે. વન-ડે વર્લ્ડ કપ 2025માં મુશ્કેલીના સમય દરમ્યાન કૅપ્ટન હરમનપ્રીત કૌર સહિત આખી ટીમ બાબા મહાકાલના શરણે ગઈ હતી. ૯ જાન્યુઆરીથી આ ક્રિકેટર્સ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026માં અલગ-અલગ ટીમો માટે ધમાલ મચાવતી જોવા મળશે.


