ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ મુંબઈના આયુષ મ્હાત્રેને અને મુંબઈ ક્રિકેટ અસોસિએશનને પણ સન્માનિત કરવામાં આવી શકે છે.
રાહુલ દ્રવિડ, મિતાલી રાજ, શુભમન ગિલ અને આયુષ મહાત્રે
ભારતની રાજધાની દિલ્હીમાં ૧૫ માર્ચે આયોજિત BCCI નમન અવૉર્ડ્સને લઈને મોટી અપડેટ સામે આવી છે. અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટમાં પ્લેયર, કૅપ્ટન અને કોચ તરીકેના યોગદાન માટે રાહુલ દ્રવિડને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારતની ભૂતપૂર્વ મહિલા કૅપ્ટન મિતાલી રાજને પણ આ જ અવૉર્ડ આપવાની વિચારણા ચાલી રહી છે. મળતા અહેવાલ અનુસાર ભારતના ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન શુભમન ગિલને ૨૦૨૫માં ધમાકેદાર પ્રદર્શન બદલ ક્રિકેટર ઑફ ધ યર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ મુંબઈના આયુષ મ્હાત્રેને અને મુંબઈ ક્રિકેટ અસોસિએશનને પણ સન્માનિત કરવામાં આવી શકે છે.
