અનુભવી ક્રિકેટર્સ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને ૧૫ સભ્યોની ટીમમાં સ્થાન ન મળ્યું ભારત અને મુંબઈના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર દુલીપ ટ્રોફીમાં સ્ટાર ક્રિકેટર્સથી ભરપૂર વેસ્ટ ઝોન ટીમનું નેતૃત્વ કરશે.
શાર્દૂલ ઠાકુર
અનુભવી ક્રિકેટર્સ ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેને ૧૫ સભ્યોની ટીમમાં સ્થાન ન મળ્યું ભારત અને મુંબઈના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર દુલીપ ટ્રોફીમાં સ્ટાર ક્રિકેટર્સથી ભરપૂર વેસ્ટ ઝોન ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમ યશસ્વી જાયસવાલ, શ્રેયસ ઐયર, સરફરાઝ ખાન, શમ્સ મુલાની, તુષાર દેશપાંડે અને તનુષ કોટિયન જેવા મુંબઈકર પ્લેયર્સ સહિત ઋતુરાજ ગાયકવાડ જેવા સ્ટાર પ્લેયર્સ ધરાવે છે.
જોકે ૧૫ સભ્યોની આ સ્ક્વૉડમાં અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા જેવા અનુભવી બૅટર્સને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. મુંબઈના મુશીર ખાન સહિત સાત અન્ય પ્લેયર્સને સ્ટૅન્ડબાય પ્લેયર્સની યાદીમાં મૂકવામાં આવ્યા છે. દુલીપ ટ્રોફી ૨૮ ઑગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર વચ્ચે રમાશે.


