Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૪ વિકેટ લેવાની સાથે ૪ કૅચ પકડનાર પહેલો ક્રિકેટર બન્યો શમર જોસેફ

T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૪ વિકેટ લેવાની સાથે ૪ કૅચ પકડનાર પહેલો ક્રિકેટર બન્યો શમર જોસેફ

Published : 20 February, 2026 01:49 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇટલીને ૪૨ રનથી હરાવીને વેસ્ટ ઇન્ડીઝે જીતનો ચોગ્ગો માર્યો

પ્લેયર ઑફ ધ મૅચ કૅપ્ટન શાઇ હોપે ૬ ફોર અને ૪ સિક્સ ફટકારીને ૪૬ બૉલમાં ૭૫ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી અને શમર જોસેફે

પ્લેયર ઑફ ધ મૅચ કૅપ્ટન શાઇ હોપે ૬ ફોર અને ૪ સિક્સ ફટકારીને ૪૬ બૉલમાં ૭૫ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી અને શમર જોસેફે


કલકત્તામાં ગઈ કાલે સવારે રમાયેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે ઇટલીને ૪૨ રને હરાવીને પોતાનું વિજય-અભિયાન યથાવત્ રાખ્યું હતું. પહેલી વખત ક્રિકેટ વર્લ્ડ કપ રમનાર ઇટલીએ ગ્રુપ Cમાં માત્ર તળિયાની ટીમ નેપાલને હરાવીને -૧.૦૨૦ના નેટ રન-રેટ સાથે ચોથા ક્રમે પોતાના અભિયાનનો અંત કર્યો છે. કૅપ્ટન શાઇ હોપની શાનદાર ૭૫ રનની ઇનિંગ્સની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ૧૬૫/૬નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઇટલીની ટીમ ૧૨૩ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં બન્ને ટીમની પહેલી જ ટક્કર હતી.

બીજી ઓવરમાં પાંચ રનના સ્કોર પર ઓપનર બ્રૅન્ડન કિંગ કૅચઆઉટ થયો હતો. અહીંથી કૅપ્ટન શાઇ હોપે ટીમની ઇનિંગ્સની જવાબદારી લીધી હતી. તેણે ૬ ફોર અને ૪ સિક્સ ફટકારીને ૪૬ બૉલમાં ૭૫ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ઇટલી તરફથી સ્પિનર્સ બેન મેનેન્ટી અને ક્રિષ્ના કલુગમેજેને બે-બે સફળતા મળી હતી.

રન-ચેઝ દરમ્યાન ઇટલી માટે બેન મેનેન્ટીએ ૨૬ રન અને જેજે સ્મટ્સે ૨૪ રનનું યોગદાન આપ્યું હતું. ફાસ્ટ બોલર શમર જોસેફે ૪ ઓવરમાં ૩૦ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. કૅરિબિયન પેસ બોલર મૅથ્યુ ફૉર્ડે ૩ વિકેટ અને  સ્પિનર ગુડાકેશ મોતીને બે વિકેટ મળી હતી.


ત્રણસોમી ઇન્ટરનૅશનલ મૅચ રમનાર વેસ્ટ ઇન્ડીઝનો દસમો ક્રિકેટર બન્યો જેસન હોલ્ડર. 

શમર જોસેફે T20 કરીઅરનું બેસ્ટ પ્રદર્શન પણ નોંધાવ્યું 

૨૬ વર્ષના ફાસ્ટ બોલર શમર જોસેફે ગઈ કાલે ૩૦ રન આપીને ૪ વિકેટ લઈ પોતાની T20 કરીઅરનું બેસ્ટ બોલિંગ-પ્રદર્શન નોંધાવ્યું હતું. તેણે આ મૅચમાં ૪ વિકેટ લેવાની સાથે ૪ કૅચ પણ પકડ્યા હતા. તે મેન્સ અથવા વિમેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ૪ વિકેટ લેવાની સાથે ૪ કૅચ પકડનાર પહેલો ક્રિકેટર બની ગયો છે. T20 વર્લ્ડ કપમાં નૉન-વિકેટકીપર ફીલ્ડર તરીકે સૌથી વધુ ૪ કૅચ એક મૅચમાં પકડવા માટે સંયુક્ત રીતે હાઇએસ્ટ રેકૉર્ડની બરાબરી કરી છે. અગાઉ ૪ ફીલ્ડર આ કમાલ કરી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 01:49 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK