૯ વર્ષ પહેલાં એક કાર્યક્રમમાં ૧૬ વર્ષની ટીનેજર સાથે કરેલી હરકતની સજા લગ્ન પછી મળી
પ્રતીકાત્મક તસવીર
ફ્લાઇંગ કિસ આપવી એ જાતીય સતામણી માટેના હાવભાવ હોવાનું ગણીને સ્પેશ્યલ કોર્ટે એક પુરુષને ૩ વર્ષની જેલની સજા કરી હતી અને ૩૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આવા ચેનચાળાને લીધે યુવતીનું જાતીય શોષણ થાય છે એમ અદાલતે નોંધ્યું હતું.
મુંબઈની એક સ્પેશ્યલ કોર્ટે ૯ વર્ષ પહેલાં ૧૬ વર્ષની ટીનેજરનો પીછો કરવા અને જાતીય શોષણ કરવા બદલ ૧૯ વર્ષના યુવકને દોષી ઠેરવ્યો છે. આરોપી હવે પરિણીત છે અને ૩ મહિનાના બાળકનો પિતા છે. તેને ૨૦૧૭ની શરૂઆતમાં બનેલી ઘટનાઓના આધારે દોષી ઠેરવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કેસની વિગત મુજબ ૨૦૧૭માં હળદી કુંકૂના કાર્યક્રમ દરમ્યાન આરોપીએ ટીનેજરને ફ્લાઇંગ કિસ આપી હતી. ત્યાર બાદ છોકરીએ તેના પરિવારને જણાવ્યું હતું કે અગાઉ તે ટ્યુશનમાં જતી હતી ત્યારે આરોપીએ તેનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી હતી. તેના પપ્પાએ આરોપીને પોતાની દીકરીથી દૂર રહેવા કહ્યું હતું, પણ વાત વણસી એટલે આરોપી વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો.
આ કેસમાં તાજેતરમાં થયેલી સુનાવણીમાં અદાલતે આ વ્યવહારને ટીનેજરના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારો ગણાવીને ચુકાદો આપ્યો હતો.
