Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગૌતમ ગંભીરની ૪૫મી વર્ષગાંઠે ભારતીય ટીમને વેસ્ટ ઇન્ડીઝ સામેની સૌથી મોટી T20 હાર મળી

ગૌતમ ગંભીરની ૪૫મી વર્ષગાંઠે ભારતીય ટીમને વેસ્ટ ઇન્ડીઝ સામેની સૌથી મોટી T20 હાર મળી

Published : 15 October, 2026 06:36 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટ ઇન્ડીઝે કૅપ્ટન શાઇ હોપની સદીના આધારે ૨૪૭-૩નો સ્કોર કર્યો, પાંચ વિકેટ લેનાર કીમો પૉલના તરખાટ સામે ભારત ૧૯.૩ ઓવરમાં ૨૨૩ રન કરીને ઑલઆઉટ, ભારત સામેની પાંચ T20 મૅચની સિરીઝ ૨-૨થી લેવલ કરી કૅરિબિયનોએ, ૧૭ ઑક્ટોબરે બૅન્ગલોરમાં નિર્ણાયક મૅચ રમાશે

ઇનિંગ્સના અંતિમ બૉલે સિક્સ ફટકારીને સેન્ચુરી કરી શાઇ હોપે, કીમો પૉલે ૪ ઓવરમાં ૪૧ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

ઇનિંગ્સના અંતિમ બૉલે સિક્સ ફટકારીને સેન્ચુરી કરી શાઇ હોપે, કીમો પૉલે ૪ ઓવરમાં ૪૧ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.


હૈદરાબાદમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને ચોથી T20 મૅચમાં ૨૪ રનથી હરાવીને પાંચ મૅચની સિરીઝ ૨-૨થી લેવલ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝે કૅપ્ટન શાઇ હોપની સદીના આધારે ૨૪૭-૩નો સ્કોર કર્યો. જે ભારત સામે પહેલી ઇનિંગ્સનો બીજો સૌથી મોટો સ્કોર હતો. જવાબમાં યજમાન ભારતીય ટીમે ૧૯.૩ ઓવરમાં ૨૨૩-૧૦નો સ્કોર કરી શક્યું હતું.  હેડ કોચ ગૌતમ ગંભીરની ૪૫મી વર્ષગાંઠે રનની દૃષ્ટિએ વેસ્ટ ઇન્ડીઝની ભારત સામે આ ફૉર્મેટમાં સૌથી મોટી જીત હતી. અગાઉ આ ટીમે ભારત સામે મે ૨૦૧૦માં ૧૪ રને મોટી જીત મેળવી હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેના ફાસ્ટેસ્ટ ટીમ-હન્ડ્રેડ (૭.૪ ઓવર) અને હાઇએસ્ટ પાવરપ્લે સ્કોર (૭૯-૧)ના રેકૉર્ડની બરાબરી કરી હતી. કૅપ્ટન શાઇ હોપે ઓપનિંગ દરમ્યાન ૫૦ બૉલમાં ૪ ફોર અને ૯ સિક્સની મદદથી અણનમ ૧૦૨ રન કર્યા હતા. શરફેન રદરફોર્ડે ૨૬ બૉલમાં ૪ ફોર, બે સિક્સની મદદથી નૉટઆઉટ ૪૯ રન ફટકાર્યા હતા. ભારતીય બોલિંગ યુનિટમાંથી મયંક યાદવ, અર્શદીપ સિંહે બાવન-બાવન રન આપી દીધા હતા. અક્ષર પટેલની ૪ ઓવરમાં પણ ૪૫ રન કૅરિબિયનોને મળ્યા હતા. પાંચ બોલર્સમાંથી અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ અને અર્શદીપ સિંહને એક-એક વિકેટ મળી હતી.

4000 ફોર T20 ઇન્ટરનૅશનલમાં ફટકારનાર પહેલી ટીમ બની ભારત.



રન-ચેઝ સમયે ભારતે પોતાની સૌથી ઝડપી ટીમ-ફિફ્ટી ત્રણ ઓવરમાં જ પૂરી કરી હતી. સંજુ સૅમસને ૨૪૩.૪૮ના સ્ટ્રાઇક-રૅટથી બૅટિંગ કરીને ૨૩ બૉલમાં ૬ ફોર, ૪ સિક્સના આધારે ૫૬ રન કર્યા હતા. તેનો સાથી ઓપનર અભિષેક શર્મા ૨૪ બૉલમાં ૩ ફોર, ૧ સિક્સના આધારે ૨૯ રન જ કરી શક્યો હતો.


2000 T20 ઇન્ટરનૅશનલ સિક્સ પૂરા કરનાર વેસ્ટ ઇન્ડીઝ (૨૦૨૬) પછી બીજી ટીમ બની ભારત.

આંધ્ર પ્રદેશના ૨૩-૨૩ વર્ષના નીતીશ કુમાર રેડ્ડી અને તિલક વર્માએ છઠ્ઠી વિકેટ માટે ૩૨ બૉલમાં ૭૦ રનની ભાગીદારીથી જીતની આશા જાળવી રાખી હતી. વિશાખાપટનમના નીતીશ કુમાર રેડ્ડીએ ૨૦ બૉલમાં ૧ ફોર, ૪ સિક્સના આધારે ૪૧ રન અને હૈદરાબાદના તિલક વર્માએ ૨૫ બૉલમાં બે ફોર, ત્રણ સિક્સના આધારે ૪૩ રન કર્યા હતા.
વેસ્ટ ઇન્ડીઝ તરફથી ફાસ્ટ બોલર કીમો પૉલે ૪ ઓવરમાં ૪૧ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ૧૯મી ઓવરમાં તેણે ત્રણ વિકેટ લીધી હતી. 


લમ્બોર્ગિની કાર લઈને મૅચ માટે સ્ટેડિયમ પહોંચ્યો તિલક વર્મા 

હૈદરાબાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝની T20 મૅચ પહેલાં લોકલ બૉય તિલક વર્માએ સ્ટેડિયમ બહાર શાનદાર એન્ટ્રી કરી હતી. વાઇસ-કૅપ્ટન પાંચ કરોડ રૂપિયાની લમ્બોર્ગિની ઉરુસ કાર લઈને સ્ટેડિયમ પહોંચ્યો હતો. ૨૩ વર્ષના તિલક વર્માને મુંબઈ ઇન્ડિયન્સનો આગામી કૅપ્ટન પણ માનવામાં આવી રહ્યો છે. 

સૌથી ઓછી ઓવરમાં સંજુએ ફિફ્ટી પૂરી કરી

સંજુ સૅમસને ગઈ કાલે ૨૦ બૉલમાં પોતાની ફાસ્ટેસ્ટ ફિફટી પૂરી કરી હતી. T20 ઇન્ટરનૅશનલમાં તેણે સૌથી ઓછી ૩.૪ ઓવરની અંદર ફિફ્ટી પૂરી કરવાના રેકૉર્ડની બરાબરી કરી હતી. ૨૦૨૫માં નામિબિયાના જૅન ફ્રાઇલિંકે પણ આવી કમાલ કરી હતી. સંજુ T20 ઇન્ટરનૅશનલમાં ૧૦૦ સિક્સ પૂરા કરનાર છઠ્ઠો ભારતીય પણ બન્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 06:36 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK