Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Shah Rukh Khan Apologises Video: કલકત્તાની જીત બાદ શાહરૂખ ખાન કરી બેઠો ભૂલ, જોડ્યા હાથ

Shah Rukh Khan Apologises Video: કલકત્તાની જીત બાદ શાહરૂખ ખાન કરી બેઠો ભૂલ, જોડ્યા હાથ

22 May, 2024 02:36 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Shah Rukh Khan Apologises Video: તેણે સૌ પ્રથમ તો મીઠું સ્માઇલ આપ્યું હતું. અને પછી હાથ જોડીને માફી માંગતો સુદ્ધાં જોવા મળ્યો હતો.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


કી હાઇલાઇટ્સ

  1. તે દર્શકોના કેમેરાની ફ્રેમની વચ્ચે આવી ગયો હતો
  2. વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ મોટા પાયે વાયરલ થઈ રહ્યો છે
  3. સુહાના ખાન સહિતના હાજર લોકો હસવા લાગ્યા હતા

મંગળવારે થયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની IPL મેચમાં કોલકત્તાએ શાનદાર જીત મેળવી હતી. આ રસપ્રદ મેચમાં શાહરૂખ ખાનના બાળકો સુહાના અને અબરામ પણ જોવા આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ મેચ પુરી થયા બાદ એક એવી ઘટના (Shah Rukh Khan Apologises Video) પ્રકાશમાં આવી હતી કે જેના માટે કિંગ ખાનને માફી માંગવી પડી હતી. 

જાણો કે શું થયું હતું મેચ પછી?
આમ તો દરેક મેચ પૂરી થયા બાદ તેના પર ચર્ચા ચાલે છે. લાઇવ શોની અંદર મેચ વિષેની સમીક્ષાઓ તેમ જ ખેલાડીઓ સાથેની મુલાકાતો લેવામાં આવે છે. વળી જાણો છો એમ નિષ્ણાતોના મંતવ્યો સુદ્ધાં દર્શાવવામાં આવતા હોય છે. હવે KKR અને HRH વચ્ચેની આ મેચ બાદ પણ લાઈવ શો ચાલી રહ્યો હતો, જેનું શૂટિંગ મેદાનની અંદર જ કરવામાં આવી રહ્યું હતું. આ લાઈવ શોમાં આકાશ ચોપરા, પાર્થિવ પટેલ અને સુરેશ રૈના પોતપોતાની વાત મૂકી રહ્યા હતા. જેમાં શાહરૂખ ખાન પણ હાજર હતો અને તે અજાણતામાં ભૂલ (Shah Rukh Khan Apologises Video) કરી બેઠો હતો.


વાસ્તવમાં જ્યારે આકાશ ચોપરા, પાર્થિવ પટેલ અને સુરેશ રૈના લાઈવ વાત કરી રહ્યા હતા, ત્યારે શાહરૂખ ખાન (Shah Rukh Khan Apologises Video) દર્શકો તરફ હલાવતા તેમની વચ્ચે પહોંચી ગયો હતો. તે કેમેરાની ફ્રેમની વચ્ચે આવી ગયો હતો. જોકે, તેને તરત જ આ વાતનો ખ્યાલ આવી ગયો હોઈ એણે સૌ પ્રથમ તો મીઠું સ્માઇલ આપ્યું હતું. અને પછી હાથ જોડીને માફી માંગતો સુદ્ધાં જોવા મળ્યો હતો.

સૌ કોઈ હાજર લોકો હસવું ન રોકી શક્યા 

જોકે, શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ મોટા પાયે વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખ ખાનના આવા રિકએક્શન (Shah Rukh Khan Apologises Video) પર તો સુહાના અને ત્યાં હાજર અન્ય લોકો પણ હસવા લાગ્યા હતા. શાહરૂખ ખાન આકાશ ચોપરા, પાર્થિવ પટેલ અને સુરેશ રૈનાને પણ ભેટી પડ્યો હતો. આ ત્રણેય દિગ્ગજોએ પણ શાહરૂખ ખાનને તેની જીત પર અભિનંદન પાઠવ્યા હતા.

કેવી રહી કાલની મેચ?

તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઇકાલે રમાયેલી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ ટીમ 19.3 ઓવરમાં 159 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમતા રાહુલ ત્રિપાઠીએ 35 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા. આ સાથે જ ટીમના કુલ 4 બેટ્સમેન રમ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. ટાર્ગેટ હાંસલ કરતાં કોલકાતાએ 13.4 ઓવરમાં જીત મેળવી લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2024 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK