આ વર્ષે ૩ મુખ્ય સ્પૉન્સર, ૬ ટીમ સ્પૉન્સર અને ૬ અસોસિએટ સ્પૉન્સરના સહયોગથી ૮ ટીમ અને ૧૩૬ ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો
વિનિંગ ટીમ શગુન સ્મૅશર્સ.
શ્રી હાલાઈ લોહાણા મહાજન-મુંબઈ સંચાલિત રમતગમત સમિતિ દ્વારા સોમાની રઘુવંશી પ્રીમિયર લીગનું આયોજન ૨૬-૨૭ એપ્રિલ અને ૩-૪ મેએ ઠાકુર સ્ટેડિયમ, એમસીજીએમ ગ્રાઉન્ડ, કાંદિવલી-ઈસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું
શ્રી હાલાઈ લોહાણા મહાજન-મુંબઈ સંચાલિત રમતગમત સમિતિ દ્વારા સમાજના સમસ્ત યુવાનોના ઘડતર અને યુવા સંગઠનને મહાજનની પ્રવૃત્તિઓ સાથે જોડવાના પ્રયાસરૂપે આ સ્પર્ધાનું આયોજન ૨૦૧૧થી કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ટ્રસ્ટીઓ, સ્પોર્ટ્સ કમિટી અને કૅપ્ટનો.
આ વર્ષે ૩ મુખ્ય સ્પૉન્સર, ૬ ટીમ સ્પૉન્સર અને ૬ અસોસિએટ સ્પૉન્સરના સહયોગથી ૮ ટીમ અને ૧૩૬ ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ડ્રૉ અને ઑક્શનના માધ્યમથી ખેલાડીઓની ૮ ટીમમાં વહેંચણી કરવામાં આવી હતી. ટીમને ૪-૪ના અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવી હતી જ્યાં એકબીજા સામે રાઉન્ડ-રૉબિન ધોરણે ૩ લીગ મૅચ રમવાની હતી.
૨૬-૨૭ એપ્રિલ અને ત્રીજી મેએ લીગ મૅચ રમ્યા પછી શગુન સ્મૅશર્સ, ક્વિક ચૅલેન્જર્સ, એચ. કે. હરિકેન્સ, DEM ડેરડેવિલ્સ આ ચાર ટીમે સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રવિવારે ચોથી મેએ સવારના સેમી-ફાઇનલ્સ મૅચ રમાડવામાં આવી હતી જેમાં શગુન સ્મૅશર્સ અને એચ. કે. હરિકેન્સે વિજયી બની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ડે-નાઇટ ફાઇનલમાં રસાકસીભર્યા મુકાબલા પછી શગુન સ્મૅશર્સનો બે વિકેટથી વિજય થયો હતો.
સેમી ફાઇનલ અને ફાઇનલ વચ્ચે મળેલા સમયનો ઉપયોગ કરી અન્ડર-16 અને અન્ડર-12ની મૅચ રમાડવામાં આવી હતી જેમાં લગભગ ૫૦ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહાજન દ્વારા દરેક બાળકને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.


