આ ગિફ્ટ વિશે બુમરાહની પત્ની અને ઍન્કર સંજના ગણેશને મોટો ખુલાસો કર્યો છે.
સંજના ગણેશન
ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે વર્ષોથી ક્રિકેટના મેદાન પર જબરદસ્ત ટક્કર જોવા મળે છે, પણ મેદાનની બહાર કેટલાક ખેલાડીઓ વચ્ચે મિત્રો જેવો સંબંધ છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના દીકરાના જન્મના અવસર પર પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ શુભેચ્છા સાથે ગિફ્ટ પણ આપી હતી. આ ગિફ્ટ વિશે બુમરાહની પત્ની અને ઍન્કર સંજના ગણેશને મોટો ખુલાસો કર્યો છે.
એક યુટ્યુબ ચૅનલ પર વાતચીત દરમ્યાન સંજનાએ કહ્યું હતું કે ‘બુમરાહને શાહીન આફ્રિદી તરફથી કોઈ એક ગિફ્ટ નહોતી મળી, એ ગિફ્ટનો બંચ હતો. એમાંથી ઘણી બધી વસ્તુનો ઉપયોગ અંગદ આજે પણ કરે છે. એશિયા કપ 2023 દરમ્યાન અંગદના જન્મના કારણે જસપ્રીત ભારત પરત ફરી રહ્યો છે એ જાણીને ઍરપોર્ટ પર મળેલા શ્રીલંકન ક્રિકેટર્સે પણ તેને ઘણી બધી શુભકામના પાઠવી હતી.

