ગયા વર્ષના અંતે તે ઘૂંટણની ઇન્જરીને કારણે બિગ બૅશ લીગ ૨૦૨૫-’૨૬માં સિડની થંડર તરફથી ડેબ્યુ કરવાનું ચૂકી ગયો હતો.
રવિચન્દ્રન અશ્વિન
ભારતનો ભૂતપૂર્વ સ્પિન ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિન અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)માંથી બહાર થઈ ગયો છે. જમણા ઘૂંટણની ઇન્જરીને કારણે અશ્વિન સીઝનની બાકીની મૅચોમાં સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ માટે રમી શકશે નહીં.
અશ્વિન આ લીગમાં રમનાર ભારત માટે રમી ચૂકેલો પહેલો ક્રિકેટર બન્યો હતો. તેણે ટેક્સસ સુપર કિંગ્સ સામેની એકમાત્ર મૅચ રમી હતી, જેમાં તેણે બે ઓવરમાં ૨૪ રન આપીને એક પણ વિકેટ લીધી નહોતી. ત્યાર બાદથી તેને રમવાની તક મળી નહોતી.
ગયા વર્ષના અંતે તે ઘૂંટણની ઇન્જરીને કારણે બિગ બૅશ લીગ ૨૦૨૫-’૨૬માં સિડની થંડર તરફથી ડેબ્યુ કરવાનું ચૂકી ગયો હતો.