° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


વાનખેડેમાં આજથી સચિન-ઝહીરનું રણજીમાં કમબૅક

02 November, 2012 02:25 AM IST |

વાનખેડેમાં આજથી સચિન-ઝહીરનું રણજીમાં કમબૅક

વાનખેડેમાં આજથી સચિન-ઝહીરનું રણજીમાં કમબૅકવાનખેડે સ્ટેડિયમમાં આજે મુંબઈની રેલવે સામે ચાર દિવસની રણજી મૅચ શરૂ થઈ રહી છે જેમાં મુંબઈની ટીમમાં કમબૅક કરી રહેલા સચિન તેન્ડુલકર અને ઝહીર ખાન પર બધાની નજર રહેશે.

ઇંગ્લૅન્ડ સામે ૧૫ નવેમ્બરે અમદાવાદમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમૅચ પહેલાં બન્ને સિનિયર પ્લેયરો માટે રણજી મૅચ અગત્યની બની જશે. અજિત આગરકર મુંબઈની ટીમનો કૅપ્ટન છે. તે ૧૬ વર્ષની કરીઅરમાં પહેલી વાર મુંબઈનું સુકાન સંભાળી રહ્યો છે. રોહિત શર્મા, અજિંક્ય રહાણે, રમેશ પોવાર અને અભિષેક નાયર પણ આ ટીમમાં છે.

વાનખેડેમાંથી બ્રેક લઈને કર્યું પુસ્તકનું લોકાર્પણ : ગઈ કાલે મુંબઈના એક સમારંભમાં ક્રિકેટના નિષ્ણાત બોરિયા મજુમદાર દ્વારા લિખિત ‘કુકિંગ ઑન ધ રન’ ટાઇટલવાળું પુસ્તક લૉન્ચ કરતી વખતે સચિન તેન્ડુલકર. મજુમદારે પોતાના અનુભવોને આધારે પુરુષોને રસોઈની કળા શીખવવાના હેતુસર ૧૭૦ પાનાંનું આ પુસ્તક લખ્યું છે. એમાં તેમણે અનેક ચટાકેદાર વાનગીઓની રેસિપી પણ આપી છે. સચિને ગઈ કાલે વાનખેડેમાં ઓછી પ્રૅક્ટિસ કરી હતી.

સચિન તેન્ડુલકરની નંબર-ગેમ
આટલી સેન્ચુરી કરશે એટલે ટેસ્ટક્રિકેટ સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ભારતીય વિક્રમ તેના નામે થશે. તેણે ૧૯૦ ટેસ્ટમૅચ સહિત કુલ ૨૯૪ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૫૧ ટેસ્ટસદી સહિત ૭૮ સદી ફટકારી છે. તે હવે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રણ સેન્ચુરી ફટકારશે એટલે સુનીલ ગાવસકરની ૮૧ સદીની બરાબરીમાં થઈ જશે અને ચોથી ફટકારશે એટલે તેમનાથી આગળ નીકળી જશે

૩૩

૧૯૮૮માં વાનખેડેમાં ગુજરાત સામે પ્રથમ રણજી મૅચ રમ્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં ફક્ત આટલી રણજી મૅચ રમ્યો છે. આ ટુર્નામેન્ટની ૫૦ ઇનિંગ્સમાં તેણે ૧૬ સેન્ચુરીની મદદથી અને ૮૯.૮૮ની બૅટિંગઍવરેજે ૩૮૬૫ રન બનાવ્યા છે

૪૫

છેલ્લી રણજી મૅચ આટલા મહિના પહેલાં રમ્યો હતો. એ મુકાબલો જાન્યુઆરી ૨૦૦૯માં હૈદરાબાદમાં ઉત્તર પ્રદેશ સામેની ફાઇનલનો હતો જેના પ્રથમ દાવમાં તે ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો અને બીજી ઇનિંગ્સમાં ફક્ત ૪ રન બનાવી શક્યો હતો

૭૮

ટેસ્ટ સહિતની ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં તેણે આટલી સેન્ચુરી ફટકારી છે. ૭૮માંથી ૫૧ સદી ટેસ્ટમાં, ૧૬ સદી મુંબઈ વતી રણજીમાં, પાંચ સદી ભારતીય ટીમ વતી વિદેશી ટૂરની ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં, ત્રણ સદી વેસ્ટ ઝોન વતી દુલીપ ટ્રોફીમાં, એક સદી ઑસ્ટ્રેલિયનો સામેની ટૂર મૅચમાં, એક સદી રેસ્ટ ઑફ ઇન્ડિયા વતી ઈરાની કપમાં અને એક સદી યૉર્કશર વતી કાઉન્ટી ક્રિકેટમાં બની હતી

૧૩૮૩

હવે આટલા રન બનાવશે એટલે ટેસ્ટ સહિતની ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં તે ભારતનો સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બનશે. ૧૯૦ ટેસ્ટ સહિતની ૨૯૪ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં તેણે ૨૪,૪૫૨ રન બનાવ્યા છે.

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર સુનીલ ગાવસકરના નામે ૨૫,૮૩૪ રન છે

- અનંત ગવંડળકર

તસવીર : અતુલ કાંબળે

02 November, 2012 02:25 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

ગેટ વેલ સૂન બાબા

સનરાઇઝર્સ હૈદરાબાદનો વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહાને કોરોના થતાં હાલમાં આઇસોલેશનમાં છે. તે જલદી સ્વસ્થ થઈ જાય એ માટે ચેહકો પ્રાર્થના કરી રહ્યા છે. 

07 May, 2021 03:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કોરોનાગ્રસ્તોને દિલ્હીમાં મફત ભોજન આપશે પઠાણ બ્રધર્સ

ભૂતપૂર્વ ઑલરાઉન્ડર્સ ઇરફાન અને યુસુફ પઠાણ કોરોનાગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવ્યા છે.

07 May, 2021 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ક્રિકેટ બોર્ડ-આઇપીએલ 100 કરોડ ડોનેટ કરે

ભૂતપૂર્વ ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર સૂરિન્દર ખન્ના કહે છે કે આઇપીએલને બહુ પહેલાં જ રદ કરવાની જરૂર હતી

07 May, 2021 02:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK