° °

આજનું ઇ-પેપર
Sunday, 20 June, 2021


સચિનની વન-ડે રેકોર્ડ-બુક

24 December, 2012 06:13 AM IST |

સચિનની વન-ડે રેકોર્ડ-બુક

સચિનની વન-ડે રેકોર્ડ-બુકતે વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારનાર વિશ્વનો પ્રથમ પ્લેયર છે. તેણે ફેબ્રુઆરી ૨૦૧૦માં ગ્વાલિયરમાં સાઉથ આફ્રિકા સામે ૨૦૦ નૉટઆઉટ કર્યા હતા.

૨૦૦૩ના વર્લ્ડ કપમાં એક સેન્ચુરી અને છ હાફ સેન્ચુરીની મદદથી ૬૭૩ રન બનાવ્યા હતા. એક વર્લ્ડ કપમાં વ્યક્તિગત સૌથી વધુ રનનો આ વિશ્વવિક્રમ છે.

તમામ વર્લ્ડ કપમાં તેણે ૨૨૭૮ રન બનાવ્યા હતા જે વર્લ્ડ રેકૉર્ડ છે.

૧૯૯૮ના વર્ષમાં ૧૮૯૪ રન બનાવ્યા હતા જેમાં ૯ સેન્ચુરી તથા ૭ હાફ સેન્ચુરી હતી અને એ વર્ષમાં તેની બૅટિંગઍવરેજ ૬૫.૩૧ હતી. એક વર્ષમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદીઓનો આ વર્લ્ડ રેકૉર્ડ છે.

તે ૬૨ મૅન ઑફ ધ મૅચ અને ૧૫ મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડ જીત્યો હતો અને આ બન્ને વિશ્વવિક્રમો છે.

પાકિસ્તાન સામેના તેના ૨૫૨૬ રન આ દેશ સામે રમેલા બધા બૅટ્સમેનમાં સૌથી વધુ છે. તેની પાકિસ્તાન સામેની પાંચ સદી બ્રાયન લારાની જેમ વિશ્વવિક્રમ છે.

વન-ડે કરીઅરના તેના ૨૨ વર્ષ ૯૧ દિવસ વિશ્વવિક્રમ છે. વન-ડેમાં તેના કુલ ૧૮,૪૨૬ વિશ્વમાં હાઇએસ્ટ છે જ, પરંતુ ૧૪,૦૦૦ રન પણ કોઈ નથી બનાવી શક્યું એટલે વન-ડેમાં ૧૪,૦૦૦ રન તેમ જ ૧૦૦ વિકેટ અને ૧૦૦ કૅચની સિદ્ધિ એકમાત્ર સચિનના નામે છે.

તે વન-ડે મૅચોમાં ૧૮ વખત ૯૦થી ૯૯ રન વચ્ચે આઉટ થઈ ગયો હતો અથવા નૉટઆઉટ રહ્યો હતો. આ વિશ્વવિક્રમ છે.

વન-ડેમાં ૧૪૫ ફિફ્ટી-પ્લસ રન બનાવ્યા હતા જેમાં ૪૯ સેન્ચુરી અને ૯૬ હાફ સેન્ચુરીનો સમાવેશ હતો અને આ વર્લ્ડ રેકૉર્ડ છે.

વન-ડેમાં કુલ ૨૦૧૬ ફોર ફટકારી હતી જે પણ વિશ્વવિક્રમ છે.

ઑસ્ટ્રેલિયા સામેની ૯ સેન્ચુરી કોઈ એક દેશ સામે સૌથી વધુ સદી ફટકારનારાઓમાં સર્વોચ્ચ છે. તે શ્રીલંકા સામેની ૮ સેન્ચુરી સાથે બીજા નંબરે પણ બિરાજમાન છે.

વન-ડેની ફેવરિટ બૅટિંગ-પોઝિશન ઓપનિંગ (ફસ્ર્ટ અને સેકન્ડ પોઝિશન બન્ને)માં તેણે ૪૫ સેન્ચુરી અને ૭૫ હાફ સેન્ચુરીની મદદથી ૧૫,૩૧૦ રન બનાવ્યા હતા જે તમામ ઓપનરોમાં સૌથી વધુ છે.

કૅલેન્ડર યરમાં ૧૦૦૦ કે વધુ રન તેણે સાત વખત બનાવ્યા હતા જે વન-ડે રમી ચૂકેલા હજારો પ્લેયરોમાં હાઇએસ્ટ છે. સચિને ૧૦૦૦ કે વધુ રનની આ સિદ્ધિ ૧૯૯૪, ૧૯૯૬, ૧૯૯૭, ૧૯૯૮, ૨૦૦૦, ૨૦૦૩ અને ૨૦૦૭માં હાંસલ કરી હતી.

કોની સામે કેટલા રન?દેશ

મૅચ

રન

સદી

ઑસ્ટ્રેલિયા

૭૧

૩૦૭૭

શ્રીલંકા

૮૪

૩૧૧૩

પાકિસ્તાન

૬૯

૨૫૨૬

સાઉથ આફ્રિકા

૫૭

૨૦૦૧

ન્યુ ઝીલૅન્ડ

૪૨

૧૭૫૦

વેસ્ટ ઇન્ડીઝ

૩૯

૧૫૭૩

ઇંગ્લૅન્ડ

૩૭

૧૪૫૫

ઝિમ્બાબ્વે

૩૪

૧૩૭૭

કેન્યા

૧૦

૬૪૭

બંગલા દેશ

૧૨

૪૯૬

નામિબિયા

૧૫૨

યુએઈ

૮૧

નેધરલૅન્ડ્સ

૭૯

બમુર્ડા

૫૭

આયર્લેન્ડ

૪૨

 
નોંધ : (૧) ઑસ્ટ્રેલિયા સામેના સચિનના ૩૦૭૭ રન સૌથી વધુ છે. ડેસ્મંડ હેઇન્સ ૨૨૬૨ રન સાથે બીજા ક્રમે અને વિવ રિચર્ડ્સ ૨૧૮૭ રન સાથે ત્રીજે છે. (૨) કેન્યા સામેની ચારમાંથી એક સદી તેણે ૧૯૯૯ની સાલમાં બ્રિસ્ટલમાં પિતા રમેશ તેન્ડુલકરના અવસાનના થોડા દિવસ બાદ કરી હતી. તે પિતાની અંતિમક્રિયામાં હાજરી આપીને બ્રિસ્ટલ પાછો આવ્યો હતો અને આ અણનમ ૧૪૦ રન બનાવ્યા હતા. (૨) યુનાઇટેડ આરબ અમીરાત સામેના તેના ૮૧ રનમાં, નેધરલૅન્ડસ સામેના ૭૯ રનમાં અને બમુર્ડા સામેના ૫૭ રનમાં એક હાફ સેન્ચુરીનો સમાવેશ હતો.

-    અનંત ગવંડળકર

24 December, 2012 06:13 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

સ્નેહ રાણાની ઇનિંગ્સને લીધે મહિલા ટીમે મૅચ ડ્રૉ કરી

એકમાત્ર ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે ફૉલોઑન બાદ બીજી ઇનિંગ્સમાં આપી જોરદાર લડત

20 June, 2021 10:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કોહલી આઉટ હતો કે નહીં? અમ્પાયરે જ લીધો રિવ્યુ

અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થે લેગ અમ્પાયર સાથે વાત કરી ત્યાર બાદ અમ્પાયર રિવ્યુ લેવાનો નિર્ણય લે છે. તેઓ વિકેટકીપરે સરખી રીતે કૅચ પકડ્યો હતો કે નહીં એ સંદર્ભે શંકાસ્પદ હોય છે. 

20 June, 2021 10:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ખરાબ શરૂઆત બાદ કોહલી અને રહાણેએ બાજી સંભાળી લીધી

પહેલા સેશનની સરખામણીમાં ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરતાં બૅટ્સમેનોને સહેલાઈથી રન કરવા નહોતા દીધા. કોહલીએ પણ ડ્યુક બૉલનું સન્માન કરતાં કોલિન ડી ગ્રૅન્ડહોમની ત્રણ ઓવર મેઇડન કાઢી હતી.

20 June, 2021 10:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK