ICCની એક ઇવેન્ટ માટે તે કૉમેન્ટેટર રવિ શાસ્ત્રી સાથે ન્યુ યૉર્કના રસ્તાઓ પર જોવા મળ્યો હતો.
સચિન તેન્ડુલકર અને રવિ શાસ્ત્રી
ભારત-પાકિસ્તાનની મૅચ જોવા માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકર ન્યુ યૉર્ક પહોંચ્યો હતો. ICCની એક ઇવેન્ટ માટે તે કૉમેન્ટેટર રવિ શાસ્ત્રી સાથે ન્યુ યૉર્કના રસ્તાઓ પર જોવા મળ્યો હતો. એક ક્રિકેટ-નેટમાં સચિન તેન્ડુલકર અને રવિ શાસ્ત્રી બેઝબૉલ રમતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ભૂતપૂર્વ ક્રિકેટર્સના હાથમાં બેઝબૉલનાં ગ્લવ્ઝ, બૅટ અને બૉલ જોઈને ફૅન્સ ખુશ થયા હતા. અમેરિકામાં ક્રિકેટને પ્રમોટ કરવા તેઓ ૨૦૦૦ બાળકોને ક્રિકેટ-કીટનું વિતરણ કરતા પણ કૅમેરામાં કેદ થયા હતા.

