૫૦૦૦ રન: રોહિત-કોહલીની નૉન-ઓપનિંગ જોડી નંબર-વન

રોહિત શર્મા
રોહિત શર્માએ ગઈ કાલે શ્રીલંકા સામેની કોલંબોની મૅચમાં ૫૬ રન બનાવ્યા હતા, પરંતુ તેણે ૨૩મો રન પૂરો કર્યો ત્યારે વન-ડેમાં ૧૦,૦૦૦ રન પૂરા કર્યા હતા. તે પાંચ આંકડામાં પહોંચનારો ૧૫મો બૅટર બન્યો હતો, પરંતુ ૧૦,૦૦૦ રનના મૅજિક ફિગર સુધી પહોંચવામાં તે જેટલી ઇનિંગ્સ રમ્યો એનાથી તે સચિનથી આગળ થઈ ગયો છે અને ફક્ત કોહલીની જ પાછળ છે. કોહલી ૧૦,૦૦૦ રન પૂરા કરનારો ફાસ્ટેસ્ટ બૅટર છે. તેણે આટલા રન ૨૫૯ દાવમાં પૂરા કર્યા હતા. રોહિતે ૨૪૧ ઇનિંગ્સમાં અને કોહલીએ માત્ર ૨૦૫ ઇનિંગ્સમાં આટલા રન પૂરા કર્યા છે અને તે કોહલી પછી સેકન્ડ ફાસ્ટેસ્ટ છે.
વન-ડે ક્રિકેટમાં ઓપનિંગ જોડીઓના તો ઘણા વિક્રમો છે, પરંતુ રોહિત (જે ઓપનર છે) અને કોહલીએ નૉન-ઓપનિંગ જોડી તરીકે સૌથી ઝડપે ૫૦૦૦ રન પૂરા કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેમણે ગ્રિનિજ-હેઇન્સનો રેકૉર્ડ તોડ્યો છે. આ કૅરિબિયન જોડીએ ૯૭ ઇનિંગ્સમાં જોડીમાં ૫૦૦૦ રન બનાવ્યા હતા, જ્યારે રોહિત-કોહલીએ આટલા રન ૮૬ ઇનિંગ્સમાં બનાવ્યા છે.