° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


News In Short: રોહિતનું ટી૨૦થી કમબૅકઃ કોહલી, પંત બીજી મૅચથી જોડાશે

02 July, 2022 06:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐયર ૯ જુલાઈની બીજી ટી૨૦થી ટીમ સાથે જોડાઈ જશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

આગામી ૭ જુલાઈથી ભારતની ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચની ટી૨૦ સિરીઝ અને ૧૨ જુલાઈથી ત્રણ મૅચની વન-ડે શ્રેણી રમાશે અને એ માટે જાહેર થયેલી ટીમથી કૅપ્ટન રોહિત શર્મા કોવિડ-૧૯માંથી મુક્ત થયા બાદ કમબૅક કરી રહ્યો છે. જોકે વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐયર ૯ જુલાઈની બીજી ટી૨૦થી ટીમ સાથે જોડાઈ જશે.
ટી૨૦ ટીમ : રોહિત શર્મા (કૅપ્ટન), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ (માત્ર પ્રથમ ટી૨૦ માટે), સંજુ સૅમસન (માત્ર પ્રથમ ટી૨૦ માટે), વિરાટ કોહલી (બીજી ટી૨૦થી રમશે), સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, રાહુલ િત્રપાઠી (માત્ર પ્રથમ ટી૨૦ માટે), દિનેશ કાર્તિક (વિકેટકીપર), શ્રેયસ ઐયર (બીજી ટી૨૦થી રમશે), રિષભ પંત (બીજી ટી૨૦થી રમશે), હાર્દિક પંડ્યા, વેંકટેશ અૈયર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ (બીજી ટી૨૦થી રમશે), ભુવનેશ્ર્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ (માત્ર પ્રથમ ટી૨૦ માટે) અને ઉમરાન મલિક.
વન-ડે ટીમ : રોહિત શર્મા (કૅપ્ટન), શિખર ધવન, ઇશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

રેણુકા-દીપ્તિએ ભારતને ૧-૦ની સરસાઈ અપાવી

ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામેની ટી૨૦ સિરીઝ ૨-૧થી જીતી લીધા પછી ગઈ કાલે પલ્લેકેલમાં ત્રણ મૅચવાળી શ્રેણીની પહેલી વન-ડેમાં ૭૨ બૉલ બાકી રાખીને ૪ વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે ૧૭૨ રનનો લક્ષ્યાંક ૩૮ ઓવરમાં છ વિકેટે ૧૭૬ રનના ટોટલ સાથે મેળવી લીધો હતો. કૅપ્ટન હરમનપ્રીત કૌરે ૪૪, ઓપનર શફાલી વર્માએ બે સિક્સરની મદદથી ૩૫ અને હર્લીન દેઓલે ૩૪ રન તેમ જ દીપ્તિ શર્માએ અણનમ બાવીસ રન બનાવ્યા હતા. એ પહેલાં શ્રીલંકન ટીમમાં નીલાક્ષી ડિસિલ્વાના ૪૩ રન હાઇએસ્ટ હતા. ભારતની આઠ બોલરમાં પેસ બોલર રેણુકા સિંહે ૨૯ રનમાં ત્રણ અને સ્પિનર દીપ્તિ શર્માએ પચીસ રનમાં ત્રણ તેમ જ પૂજાએ ૨૬ રનમાં બે વિકેટ લીધી હતી.

મૅથ્યુઝ કોવિડને લીધે ન રમ્યો, દોઢ કલાકમાં મૅચ પૂરી થઈ ગઈ!

શ્રીલંકાના બૅટર ઍન્જેલો મૅથ્યુઝનો ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે સવારે કોવિડ-19ને લગતી તપાસમાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જેને કારણે તેણે રમવાનું બંધ કરી દેવું પડ્યું હતું. કોવિડ પ્રોટોકૉલ મુજબ સબસ્ટિટ્યુટ ઑશાડા ફર્નાન્ડોને તેના સ્થાને રમવા મોકલવામાં આવ્યો હતો. ચોથા નંબરે બૅટિંગ કરનાર ફર્નાન્ડોએ ૧૨ રન બનાવ્યા હતા. જોકે મૅથ્યુઝે મૅચમાં રમવાનું ખાસ કંઈ ગુમાવ્યું નહોતું, કારણ કે ગઈ કાલે લંચ પહેલાં જ શ્રીલંકાના પરાજય સાથે મૅચ પૂરી થઈ ગઈ હતી. શ્રીલંકાના બાકીના ખેલાડીઓની કોવિડ-ટેસ્ટ નહોતી કરવામાં આવી,, કારણ કે મૅથ્યુઝનો કોવિડને લગતો કન્ફર્મ્ડ કેસ હતો અને પ્રોટોકૉલ મુજબ જો કોઈ ખેલાડીમાં કોરાનાનાં લક્ષણ હોવાનું જણાય (તે બીમાર હોવાનું કહેવામાં આવે) તો જ તેની રૅપિડ ઍન્ટિજન ટેસ્ટ કરાવવામાં આવે છે.

02 July, 2022 06:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News In Short: ઑસ્ટ્રેલિયાના તમામ ક્રિકેટરોનું શ્રીલંકામાં ડોનેશન

ઇનામી રકમ આર્થિક અને રાજકીય કટોકટીની અસર પામેલા શ્રીલંકાનાં અસરગ્રસ્ત બાળકો અને પરિવારોના લાભાર્થે દાનમાં આપી

12 August, 2022 12:53 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ન્યુ ઝીલૅન્ડની એક જીતના ચાર મૅચ-વિનર્સ

બીજી ટી૨૦ (ભારતીય સમય મુજબ આવતી કાલે રાતે ૧૨.૦૦ વાગ્યાથી) રમાશે

12 August, 2022 12:52 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કેટલાક લોકોએ માની લીધેલું કે હું ભારતીય મૂળનો છું : રૉસ ટેલર

નિવૃત્ત કિવી ક્રિકેટરનો આત્મકથામાં ઘટસ્ફોટ : ન્યુ ઝીલૅન્ડની ક્રિકેટમાં હું રંગભેદ અને જાતિવાદનો શિકાર થયેલો

12 August, 2022 12:51 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK