પગના ફ્રૅક્ચરમાંથી સ્વસ્થ થઈ રહેલા રિષભ પંતે હાલમાં ક્રાયોથેરપી ચેમ્બરની અંદરનો પોતાનો ફોટો શૅર કર્યો હતો
રિષભ પંત
ભારતનો વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત પોતાના ફૅન્સને સતત પોતાની ફિટનેસ અપડેટ આપી રહ્યો છે. પગના ફ્રૅક્ચરમાંથી સ્વસ્થ થઈ રહેલા રિષભ પંતે હાલમાં ક્રાયોથેરપી ચેમ્બરની અંદરનો પોતાનો ફોટો શૅર કર્યો હતો. ગ્લવ્ઝ, વુલન કૅપ અને માસ્ક સાથે ટૉપલેસ રિષભ પંતને આ ફોટોમાં ઓળખવો મુશ્કેલ હતું. ક્રાયોથેરપીમાં બળતરા ઘટાડવા, ઘાના ઉપચારને ઝડપી બનાવવા અને સ્નાયુઓમાં દુખાવો ઘટાડવા માટે શરીરને ટૂંકા ગાળા માટે અત્યંત ઠંડા તાપમાનમાં રાખવામાં આવે છે.
