Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2026માં સારા પ્રદર્શન માટે આશીર્વાદ લેવા રામ મંદિર પહોંચી રિષભ પંત ઍન્ડ કંપની

IPL 2026માં સારા પ્રદર્શન માટે આશીર્વાદ લેવા રામ મંદિર પહોંચી રિષભ પંત ઍન્ડ કંપની

Published : 22 March, 2026 08:07 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિષભ પંત ઍન્ડ કંપની હાલમાં ઉત્તર પ્રદેશના લખનઉના એકાના સ્ટેડિયમમાં પ્રી-સીઝન ટ્રેઇનિંગ કરી રહી છે.

રામ મંદિર પહોંચી રિષભ પંત ઍન્ડ કંપની

રામ મંદિર પહોંચી રિષભ પંત ઍન્ડ કંપની


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સના માલિક, કોચ અને પ્લેયર્સ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. માલિક સંજીવ ગોયનકા, કૅપ્ટન રિષભ પંત, હેડ કોચ જસ્ટિન લૅન્ગર, બોલિંગ કોચ ભરત અરુણ સહિત ભારતના યંગ પ્લેયર્સ મંદિરની મુલાકાત દરમ્યાન પ્રાર્થનામાં ભાગ લેતા જોવા મળ્યા હતા. રિષભ પંત ઍન્ડ કંપની હાલમાં ઉત્તર પ્રદેશના લખનઉના એકાના સ્ટેડિયમમાં પ્રી-સીઝન ટ્રેઇનિંગ કરી રહી છે.

મારા માટે રફતાર ગૉડ-ગિફ્ટ છે, હું ૧૫૬ કિલોમીટરથી વધુ ઝડપે બોલિંગ કરવા તૈયાર છું : મયંક યાદવ



IPL 2026 પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સનો ૨૩ વર્ષનો પેસ બોલર મયંક યાદવ સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે. ૧૫૬.૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ભારતીય તરીકે IPLમાં ફાસ્ટેસ્ટ બૉલ ફેંકનાર મયંક યાદવ પોતાનો જ રેકૉર્ડ તોડવાની તૈયારી કરી રહ્યો છે. એક ઇન્ટરવ્યુમાં મયંક યાદવે કહ્યું હતું કે ‘મારું શરીર સ્વાભાવિક રીતે મારી ગતિને ટેકો આપે છે. મારા માટે રફતાર ગૉડ-ગિફ્ટ છે. હું ફક્ત એને જાળવી રાખવા માગું છું. જ્યારે હું ૧૯ વર્ષનો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું લગભગ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકું છું. હવે મારું લક્ષ્ય મારા નિયંત્રણમાં સુધારો કરવાનું અને ટીમ માટે ૧૫૬ કિલોમીટરથી વધુ ઝડપે બોલિંગ કરીને સારું પ્રદર્શન કરવાનું છે.’ દિલ્હીનો ૨૩ વર્ષનો મયંક યાદવ લખનઉ માટે ૨૦૨૪ અને ૨૦૨૫ની સીઝન રમ્યો છે. તેણે ૬ મૅચમાં ૯ વિકેટ લીધી છે. એ ૨૦૨૨માં જ લખનઉની ટીમમાં સામેલ થયો હતો, પરંતુ રમવાની તક મળી નહોતી. હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે ૨૦૨૩માં તે રમી શક્યો નહોતો. ૨૦૨૪માં તે ડેબ્યુ કરીને ૪ મૅચ રમ્યો હતો. ૨૦૨૫માં માત્ર બે મૅચ રમ્યા બાદ તે ઇન્જરીને કારણે મેદાનથી બહાર રહ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 08:07 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK