° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


રિન્કુની કરીઅરનું બહુ સારી રીતે ઘડતર કરીશું: મૅક્લમ

20 May, 2022 02:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલકત્તાના હેડ-કોચ અને હવે તો ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટીમના હેડ-કોચ બની ગયેલા બ્રેન્ડન મૅક્લમે બુધવારે પત્રકારો સમક્ષ રિન્કુ સિંહની પ્રશંસા કરી હતી.

રિન્કુની કરીઅરનું બહુ સારી રીતે ઘડતર કરીશું

રિન્કુની કરીઅરનું બહુ સારી રીતે ઘડતર કરીશું

ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં બુધવારે લખનઉના ક્લિન્ટન ડિકૉક (અણનમ ૧૪૦, ૭૦ બૉલ, ૧૦ સિક્સર, ૧૦ ફોર) અને કે. એલ. રાહુલ (અણનમ ૬૮, ૫૧ બૉલ, ૪ સિક્સર, ૩ ફોર) વચ્ચેની વિક્રમજનક ૨૧૦ રનની અતૂટ ભાગીદારી બાદ કલકત્તાની ટીમ જોરદાર વળતી લડત આપ્યા બાદ ૮ વિકેટે ૨૦૮ રન બનાવવાની સાથે માત્ર બે રન માટે હારી ગઈ અને સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ, પરંતુ એના પાંચ બૅટર્સમાંથી ૨૪ વર્ષના રિન્કુ સિંહ (૪૦ રન, ૧૫ બૉલ, ચાર સિક્સર, બે ફોર)નો પર્ફોર્મન્સ સૌથી વધુ ધ્યાનાકર્ષક હતો. જો એવિન લુઇસે અફલાતૂન કૅચ ન પકડ્યો હોત તો કલકત્તા જીતી જ ગયું હોત.
કલકત્તાના હેડ-કોચ અને હવે તો ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટીમના હેડ-કોચ બની ગયેલા બ્રેન્ડન મૅક્લમે બુધવારે પત્રકારો સમક્ષ રિન્કુ સિંહની પ્રશંસા કરતાં કહ્યું કે ‘રિન્કુ અકલ્પનીય બૅટર છે. આઇપીએલની આવનારી સીઝન્સમાં રિન્કુનો પર્ફોર્મન્સ સુધારવા અને તેની કરીઅરના ઘડતરની બાબતમાં અમે ખૂબ ધ્યાન આપીશું. તે પાંચ વર્ષથી આઇપીએલમાં છે, પરંતુ તેને બહુ ઓછું રમવા મળ્યું છે. જેટલું રમવા મળ્યું એમાં તેણે મોકો ઝડપીને સારું પર્ફોર્મ કરી દેખાડ્યું છે.’
બુધવારે ૨૧૧ રનનો લક્ષ્યાંક મેળવવા જતાં કલકત્તાના જે પાંચ બૅટર્સનાં મોટાં યોગદાન હતાં એમાં નીતિશ રાણા (૪૨ રન, બાવીસ બૉલ, નવ ફોર), કૅપ્ટન શ્રેયસ ઐયર (૫૦ રન, ૨૯ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર), રિન્કુ સિંહ (૪૦ રન, ૧૫ બૉલ, ચાર સિક્સર, બે ફોર), સૅમ બિલિંગ્સ (૩૬ રન, ૨૪ બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) અને સુનીલ નારાયણ અણનમ ૨૧, ૭ બૉલ, ત્રણ સિક્સર)નો સમાવેશ હતો. એક તબક્કે કલકત્તાને ૩૦ બૉલમાં ૭૭ રનની જરૂર હતી ત્યારે એના વિજયની જરાય આશા નહોતી. સૅમ બિલિંગ્સ અને આન્દ્રે રસેલની વિકેટ પડ્યા પછી તો કલકત્તાની જીત શક્ય હતી જ નહીં, પણ રિન્કુ સિંહ અને સુનીલ નારાયણે જોરદાર ફટકાબાજી કરીને ટીમને જીતની લગોલગ લાવી દીધી હતી, પરંતુ ૨૦મી ઓવરના પાંચમા બૉલમાં રિન્કુની અને છેલ્લા બૉલમાં ઉમેશ યાદવની વિકેટ પડતાં વિજય કલકત્તાના હાથમાંથી છીનવાઈ ગયો હતો.

20 May, 2022 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

બ્રિટનની મહિલા પ્લેયર છે ક્રિકેટરોની ફૅન અને ફ્રેન્ડ

કોહલીને પ્રપોઝ કરનાર અને અર્જુન સાથે ડિનર-ડેટ પર જનાર ક્રિકેટર ડૅની વ્યૉટની મીડિયામાં અસંખ્ય ખેલાડીઓ સાથે તસવીરો છે

01 July, 2022 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વિમ્બલ્ડનમાં ચેક રિપબ્લિકની ક્વિટોવા જીતી, પણ સિક્સ્થ-સીડેડ પ્લિસકોવા હારી

હવે ક્વિટોવાનો મુકાબલો ફૉર્થ-સીડેડ પોઉલા બડોસા સાથે થશે

01 July, 2022 01:14 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ટકી રહેવા ભારતે જીતવું જ પડશે

વિશ્વવિજેતા ન્યુ ઝીલૅન્ડને ફાઇનલનો કોઈ ચાન્સ નથી : પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા નિર્ણાયક મુકાબલા માટે મજબૂત દાવેદાર

30 June, 2022 03:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK