દિલ્હી કૅપિટલ્સ (૨૦૧૮થી ૨૦૨૪) અને હવે પંજાબ કિંગ્સ માટે આ કમાલ કરી શક્યો નથી. તેના કોચિંગ હેઠળ પંજાબ ૨૦૧૪ બાદ પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યું હતું.
પંજાબે રન-ચેઝ સમયે વિકેટો ગુમાવતાં નિરાશ થઈ ગયો હતો હેડ કોચ રિકી પૉન્ટિંગ.
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન રિકી પૉન્ટિંગે છેલ્લે ૨૦૧૫માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે હેડ કોચ તરીકે પહેલું ટાઇટલ જીત્યું હતું, પણ દિલ્હી કૅપિટલ્સ (૨૦૧૮થી ૨૦૨૪) અને હવે પંજાબ કિંગ્સ માટે આ કમાલ કરી શક્યો નથી. તેના કોચિંગ હેઠળ પંજાબ ૨૦૧૪ બાદ પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યું હતું.
ફાઇનલ મૅચ હાર્યા બાદ પંજાબના આ ૫૦ વર્ષના હેડ કોચે કહ્યું હતું, ‘થોડા અનુભવને અભાવે અમને હારનો સામનો કરવો પડ્યો હશે. આજે મિડલ ઑર્ડરમાં થોડો અનુભવ અમને મદદ કરી શક્યો હોત. મને ખબર છે કે આ યુવા ટીમ ભવિષ્યમાં અમારા માટે ઘણી મૅચ જીતવાની છે. મૅચના મહત્ત્વપૂર્ણ તબક્કામાં અમે લય ગુમાવી દીધો. પાવરપ્લેની છેલ્લી ઓવર્સમાં અમે થોડા પાછળ રહેવાનું શરૂ કર્યું. ત્યાર બાદ મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં અમે અમારી મહત્ત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી. જે રીતે અમે ક્રિકેટ રમી રહ્યા છીએ એનાથી મને ઘણો સંતોષ મળશે.’
ADVERTISEMENT
IPL જીત્યા પછી કોહલીની ભીની આંખો બતાવે છે કે ખેલાડીઓ માટે આ ટાઇટલનું કેટલું મહત્ત્વ છે
-પંજાબના હેડ કોચ રિકી પૉન્ટિંગ

