અશ્વિનના આ ટુર્નામેન્ટના ભૂતકાળના વિડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે જેમાં તે આઉટ થયા બાદ ગ્લવ્ઝને મેદાનની બહાર ફેંકતો, અમ્પાયર સાથે રકઝક કરતો
રવિચન્દ્રન અશ્વિન
તામિલનાડુ પ્રીમિયર લીગમાં હાલમાં આઇડ્રીમ તિરુપુર તમિઝાન્સ સામે ડિંડીગુલ ડ્રૅગન્સનો કૅપ્ટન અને ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન LBW આઉટ આપનાર ફીમેલ ફીલ્ડ અમ્પાયર પર ભડક્યો હતો. પૅવિલિયન તરફ પાછા ફરતી વખતે તેણે ગુસ્સામાં પૅડ પર પોતાનું બૅટ પણ ફટકાર્યું હતું.
આ ઘટના બાદ અશ્વિનના આ ટુર્નામેન્ટના ભૂતકાળના વિડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે જેમાં તે આઉટ થયા બાદ ગ્લવ્ઝને મેદાનની બહાર ફેંકતો, અમ્પાયર સાથે રકઝક કરતો અને પૅવિલિયનમાં બેઠાં-બેઠાં બૅટિંગ કરી રહેલા સાથી પ્લેયર્સને ઇશારો કરીને ઠપકો આપતો જોવા મળ્યો હતો. સ્થાનિક ટુર્નામેન્ટમાં જોવા મળી રહેલું અશ્વિનનું આ રૌદ્ર રૂપ સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.


