કેરલાના ૪૫૭ રન સામે ગુજરાતે ગઈ કાલે ૧ વિકેટે ૨૨૨ રન કર્યા હતા, જેમાં પ્રિયાંક પંચાલની શાનદાર અણનમ સદી (૨૦૦ બૉલમાં ૧૧૭ રન)નો સમાવેશ હતો
ગુજરાતના પ્રિયાંક પંચાલે ૧૧૭ રન ફટકાર્યા હતા.
અમદાવાદમાં રમાઈ રહેલી કેરલા અને ગુજરાત વચ્ચેની રણજી ટ્રોફીની સેમી-ફાઇનલમાં ત્રીજા દિવસે ગુજરાતે કેરલાને મજબૂત જવાબ આપ્યો હતો. કેરલાના ૪૫૭ રન સામે ગુજરાતે ગઈ કાલે ૧ વિકેટે ૨૨૨ રન કર્યા હતા, જેમાં પ્રિયાંક પંચાલની શાનદાર અણનમ સદી (૨૦૦ બૉલમાં ૧૧૭ રન)નો સમાવેશ હતો. ગુજરાત હજી કેરલા કરતાં ૨૩૫ રન પાછળ છે.


