આવતા અઠવાડિયે બૅન્ગલોરમાં શરૂ થનારી ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં ભારતની B ટીમમાં સામેલ કરવામાં આવ્યો : મોટો પુત્ર સમિત પણ સારો પેસબોલિંગ આૅલરાઉન્ડર છે
રાહુલ દ્રવિડનો નાનો પુત્ર અન્વય
બૅન્ગલોરમાં ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સ ગ્રાઉન્ડ પર ૧૭થી ૩૦ નવેમ્બર દરમ્યાન ઇન્ડિયા A, ઇન્ડિયા B અને અફઘાનિસ્તાન A અન્ડર-૧૯ ટીમ વચ્ચે ટાયેન્ગ્યુર સિરીઝ રમાવાની છે. એ માટે મંગળવારે સાંજે ભારતની બન્ને ટીમની જાહેરાત કરવામાં આવી હતી. એમાં જે ખેલાડીના નામે બધાનું ધ્યાન ખેચ્યું છે તે છે અન્વય દ્રવિડ. ૧૬ વર્ષનો ટૉપ ઑર્ડર બૅટર-વિકેટકીપર અન્વય ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને હેડ કોચ રાહુલ દ્રવિડનો પુત્ર છે. અન્વય તાજેતરમાં ભારતીય ક્રિકેટ બોર્ડની અન્ડર-૧૯ વન-ડે ચૅલેન્જર્સ ટ્રોફી માટે પણ એક ટીમમાં સિલેક્ટ થયો હતો. રાહુલ દ્રવિડનો મોટો પુત્ર સમિત પણ ટૅલન્ટેડ ક્રિકેટર છે અને પેસબોલિંગ ઑલરાઉન્ડર તરીકે તે પણ અન્ડર-૧૯ ટીમમાં રમી ચૂક્યો છે.
આ ટુર્નામેન્ટમાં બે અતિ પ્રતિભાશાળી ક્રિકેટરો, વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેનો સમાવેશ નથી કરવામાં આવ્યો. વૈભવ અન્ડર-૨૩ એશિયા કપ અને આયુષ રણજી ટ્રોફીમાં વ્યસ્ત છે.


