તેણે ૧૪ ડિસેમ્બરથી ૨૫ જાન્યુઆરી સુધી રમાનારી BBLની આખી સીઝન માટે કરાર કર્યો છે
રવિચન્દ્રન અશ્વિન
ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)ના ઑક્શનમાં ૧,૨૦,૦૦૦ અમેરિકન ડૉલરની હાઇએસ્ટ બેઝ-પ્રાઇસ સાથે સામેલ થયેલો રવિચન્દ્રન અશ્વિન અનસોલ્ડ રહ્યો હતો. અહેવાલ અનુસાર ભારતનો આ ભૂતપૂર્વ સ્પિનર યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની આ લીગના ઑક્શનના પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યા બાદ ચોથી સીઝનના અન્ય રાઉન્ડમાંથી ખસી ગયો હતો.
૨૦૨૬ની ૧૦ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી વચ્ચે આયોજિત ILT20માં ચાન્સ લાગવાની શક્યતા હોવાથી અશ્વિને બિગ બૅશ લીગ (BBL)માં સિડની થન્ડર સાથે થોડી લીગ મૅચ અને પ્લેઑફ માટે કરાર કર્યો હતો. જોકે ILT20માં અનસોલ્ડ રહ્યા બાદ તેણે ૧૪ ડિસેમ્બરથી ૨૫ જાન્યુઆરી સુધી રમાનારી BBLની આખી સીઝન માટે કરાર કર્યો છે.


