પંજાબ કિંગ્સ અનુસાર આ જર્સી એનર્જી, ગર્વ અને નીડરતાનું પ્રતીક છે.
શ્રેયસ અય્યર
પંજાબ કિંગ્સે IPL 2026 માટે પોતાની હટકે જર્સી લૉન્ચ કરી છે. ટીમે પોતાની જૂની જર્સીના રેડ અને બ્લુ રંગ જાળવી રાખ્યા હતા. અપડેટેડ ડિઝાઇનમાં સિંહના વાળ અને ડાયમન્ડના આકારની પૅટર્ન જોવા મળી. સિંહ સહજતા, આક્રમકતા અને ટૅલન્ટનું જ્યારે ડાયમન્ડ એ તૈયારી અને પ્રેશરથી આકાર પામતી પ્રતિભાનું પ્રતીક છે. પંજાબ કિંગ્સ અનુસાર આ જર્સી એનર્જી, ગર્વ અને નીડરતાનું પ્રતીક છે.
IPLની બાકીની મૅચનું શેડ્યુલ વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પછી નક્કી થશે
ADVERTISEMENT
વેસ્ટ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સીઝન શેડ્યુલ મુજબ જ રમાશે. અમે ૨૦ મૅચોનું સમયપત્રક જાહેર કર્યું છે. બાકીની મૅચોનું શેડ્યુલ ચૂંટણીપંચ દ્વારા કેટલાંક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યા પછી નક્કી કરીને જાહેર કરવામાં આવશે.’
